________________ રાજાનું કર્તવ્ય તાપસ નારીના હાથમાં શંખની ચૂડીઓ રહેતી અને પુષ્પના અલંકાર વડે એમના અંગ શેભતાં. સ્વર્ણ, રજો કે એવા મૂલ્યવાન : અલંકારો પ્રત્યે કોઈના મનમાં આકર્ષણ સરખુંય નહોતું. વન પ્રદેશ રળિયામણો હતો અને તેમાં વહેતી ગંગા નદીના તટ પાસે આ બધાં આશ્રમ યુથે આવ્યાં હતાં. એ સિવાય, તાપની આરાધનાનું એક મંગળમય તીર્થ પણ ન હતું. એ તીર્થને તામહ તીર્થના નામે સહુ ઓળખતાં હતાં, ભરત -મહારાજાએ પોતે આ મહાતીર્થની સ્થાપના કરી હતી અને નલિની ગુલ્મ નામનું ભવ્ય જિનાલય બનાવ્યું હતું, આ ભવ્ય જિનાલયમાં પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભ જિન પ્રભુની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી હતી અને આશ્રમવાસી તાપસગણો પરમ ભક્તિ સહિત પ્રથમ જિનપતિની આરાધના કરતા હતા. આમ, તામહ તીર્થના આશ્રમો સૌમ્ય જીવતરની છબી સમા શોભતા હતા. બધા આશ્રમવાસીઓ નિરુપદ્રવી, સંતેષી અને શાંત જીવન ગળતા હતા. એવા નિરુપદ્રવી અને સાત્વિક ભાવનાના ઉપાસક આશ્રમવાસીઓ પર એકાએક એક વિપત્તિ આવી પડી. કચકર્ણ નામનો એક દુષ્ટ પ્રકૃતિનો રાક્ષસ આ આશ્રમની શાંતિ જીરવી શકો નહિ. તેના હૈયામાં ભરેલા આસુરી બળને - તાપસગણોની અધ્યાત્મ આરાધના ખૂંચવા માંડી અને તે આશ્રમમાં આવી ચડયો. પ્રથમ તે તેણે આશ્રમવાસીઓનું શાંત અને નિરુપદ્રવી જીવન જોયું. ત્યાર પછી વનના સૌમ્ય વાતાવરણ વચ્ચે વવનારા તાપસ ગણન હૈયામાં રહેલી સંતોષની ભાવના જોઈ; નલિની ગુમ નામનું દિવ્ય ભવ્ય જિનાલય જેવું, સત્વશીલની આરાધના નિહાળી, નરનાર સર્વનાં નયનોમાં પ્રસન્નતા જોઈ. આમ, ગુપ્તપણે આ બધું નિરીક્ષણ