________________ 28 નિષધપતિ પિતાની એકચક્રી સત્તા! એની ભૌતિક તાકાત ક્ષણભર માનવ હૃદયમાં અંધકાર ફેલાવી દે છે. પરંતુ સત્વશીલ બળ જે કેવળ અધ્યાત્મ ભાવ પર રચાયેલું છે તે કદી કચરાઈ જતું નથી..નવા નવા સ્વરૂપે જાગે છે અને માનવીના અંતઃકરણમાં દિવ્ય ગીત ગજવી મૂકે છે. આ સંઘર્ષ દરેક યુગે એવો અંશે ચાલ્યા જ કરે છે.... એને અંત કદી આવ્યો નથી....આવશે પણ નહિ. નિષધ દેશમાં આવેલ એક વન પ્રદેશમાં ભૌતિક માયાજાળથી દૂર રહેલા અને આત્મદર્શનની શેધ પાછળ તન્મય બનેલા તાપસ પરિવારનાં કેટલાક આશ્રમે આવ્યા છે. આ આશ્રમમાં પ્રકૃતિની આરાધના થતી હોય છે અને પ્રકૃતિને અનુરૂપ જીવન જીવવાની ભાવના ચોમેર પ્રસરતી હોય છે, ક્રોધ, કામ લોભ, મેહ, વગેરે માનવ જીવનને શત્રુઓ સામે ત્યાગ, શાંતિ, સંયમ, વિશ્વપ્રેમ અને અકિંચન ભાવનો ઉલ્લાસ ઉભરાતે રહે છે. તાપસ પરિવારના આશ્રમમાં સદાય શાંતિ અને સંતોષ રમતાં રહે છે. નથી થતી કે રાજખટપટ, નથી થતા કેઈ જાતિ કલેષ કે નથી થતી જીવનની અથડામણ, આત્મ દર્શન, પ્રકૃતિનું સ્વરૂપ અને મુક્તિની આરાધના પાછળ તાપસ ગણે પિતાને પુરુષાર્થ બિછાવી રહ્યા હોય છે. એમની પાસે જ્ઞાન સિવાય કોઈ વસ્તુને સંગ્રહ નહોતો. તપ સિવાય કોઈ વિલાસ નહતો. સંયમ સિવાય કોઈ બંધન નહતું. શ્રદ્ધા અને ભકિત સિવાય કોઈ સંપત્તિ નહતી. આશ્રમમાં રહેતાં તાપસ નરનાર ખૂબ જ સાદાઈથી રહેતાં. પહેરવાનાં વસ્ત્રો તે પિતે જ નિર્માણ કરી લેતાં એકસ પ્રકારનાં વૃક્ષોના રેસાઓમથી વલ્કલ બનાવતાં... આમ સાદાઈ, સંસ્કાર, સદાચાર એ જ જીવનની શેભા છે, એ સત્યને તેઓ બરાબર અનુસરતાં.