________________ 87 તીર્થસ્થળની મર્યાદા મિથ્થા બનશે જ નહિ. આપણે હવે સ્વર્ગ સુખને ત્યાગ કરીને પૃથ્વી પર જવું જ પડશે.” - સ્વામી, મહાદેવીના શાપનું નિવારણ નહિ થાય ત્યાં સુધી....” વચ્ચે જ બાલચંદ્ર કહ્યું.. સેમ, મહાદેવીએ નિવારણ સૂચવ્યું જ છે.. અને મને શ્રદ્ધા છે કે જરૂર હું દેવ, દાનવ અને માનવને આશ્ચર્યમુગ્ધ બનાવી દે એવું કંઈ કાર્ય કરીશ. આપણે આપણું ભવન પર જઈએ. ત્યાંથી મારા કેટલાક મિત્રો સાથે તરત પૃથ્વી પીઠ પર વિદાય થઈએ.” બધા હંસ પરિવાર સાથે બાલચંદ્ર અને સેમકલા પણ વિદાય થયાં. પ્રકરણ 10 મું : : રાજાનું કર્તવ્ય સંસારમાં રહેલા આસુરી બળો કોઈ પણ દિવસે સત્વશીલ બળનો પ્રભાવ સહી શકતાં નથી. અનાદિ કાળથી આ સંઘર્ષ ચાલતો જ રહ્યો છે.. આસુરી બળેએ સત્વશીલ શકિતને ખતમ કરવા માટે કોઈ મણ નથી રાખી...પરંતુ આસુરી શકિતને કદી વિજય સાંપડયો નથી. આસુરી શક્તિ વિવિધ રૂપે પિતાનું પરિબળ દર્શાવતી હોય છે... કઈ વાર એ વિજ્યી બનેલી હોય એમ દેખાય છે...અને સત્ત્વ ચરણ તળે ચગદાયાને હર્ષ અનુભવે છે... પરંતુ એ હર્ષ અમુક સમય પૂરતો જ મર્યાદિત હોય છે... સત્વશીલ બળો પુનઃ જાગૃત થાય છે. પુનઃ જન હૈયામાં અમૃતની ધારે વર્ષાવે છે અને આસુરી બળથી પાયમાલ બનેલી પૃથ્વીને પુનઃ પલ્લવિત અને કલિની બનાવે છે. આસુરી બળ ઈચ્છે છે પ્રકૃતિ પર અને પ્રકૃતિના આરાધકે પર