________________ 90 નિષધપતિ કરીને કૌંચકર્ણને પિતાના વતનનું સ્મરણ થયું. વૈતાઢય પર્વત પર પિતે એક વિદ્યાધર હતે..અનેક કુવિઘાઓની સાધના કરીને પિતે મૃદ્ધ બનેલે... પરંતુ અન્ય વિદ્યાધર ઉપરનું વર્ચસ્વ પ્રાપ્ત ન થઈ શક્યું..આથી તેણે સરસાઈ પ્રાપ્ત કરવા ઉપદ્રવ શરૂ કર્યો. પરંતુ તેનું શું ચાલ્યું નહિ. જ્ઞાતિ ભાઈઓએ તિરસ્કાર કર્યો. છેવટે વૈતાઢય પર્વત પરથી તગડી મૂકે ! પૃથ્વી પર તે ઘણે સ્થળે ભમવા માંડશે... પિતાની માયાજાળ મારક વિદ્યાના પ્રભાવે તે નિર્દય બની ગયા હોવાથી પિતાનું વર્ચસ્વ, પિતાની સત્તા અને પિતાની શકિત સ્થાપવા વિવિધ પ્રકારના અત્યાચાર ગુજારવા માંડે.... પરંતુ સત્ત્વશીલ બળો તને પસંદ કરવામાં કર્તવ્ય સમજતાં. આદર્શથી ભ્રષ્ટ થવામાં જરાય રસ નહેતાં ધરાવતાં. આસુરી શકિત જેમ જેમ પરાજિત બને છે તેમ તેમ વધારે પાગલ બતી જતી હોય છે. કોંકણું પોતાના વતનમાંથી ફેંકાઈ ગયે હતો અને હજુ સુધી પિતાનું સ્વતંત્ર રાજ્ય કરી શકે નહે. આ સુંદર અને શાંત આશ્રમે જોઈને કૉંચકર્ણના મનમાં થયું, જે આ વનપ્રદેશ પર મારી સત્તા સ્થાપી શકું અને આ બધા વનવાસીઓને મારા ગુલામ બનાવી શકું તે સામે દેખાતા વિશાળ જિન પ્રાસાદમાં કે મારી મૂર્તિની પૂજા કરે મારાં ચરણ ચૂમે અને ધીરે ધીરે મારી આણ વિસ્તાર પામતી જાય ! સંસારમાં સત્તાની લાલસાએ અનેક ઉત્પાત રાજ્ય છે. સત્તાની ભૂખ પાછળ જ આસુરી બળ રહેલું છે. એક પ્રજા બીજા પ્રજા પર પિતાની સત્તાની મહોર મારવા પ્રયત્ન કરે છે ત્યારે તેનામાં આસુરી શક્તિ જ ઉદય પામે છે. એ જ રીતે વ્યક્તિ, પક્ષ, જૂથ કે જાતિ જ્યારે જ્યારે સત્તાની લાલસા પાછળ દોટ મૂકે છે ત્યારે ત્યારે તેનામાં આસુરી બળ જાગે છે અને વિનાશની આંધી ચગાવે છે. કચકણે પ્રથમ તે વિવિધ પ્રકારનાં પ્રભને બિછાવવા માંડયાં.