________________ નિષધપતિ બધી દેવીએ સમસ્વરે સ્તુતિ ગાઈ રહી હતી. ધીરે ધીરે સહુ રંગ મંડપમાંથી બહાર આવવા માંડ્યાં. વિદ્યાધર, ગંધ અને કિનારે દેવી સરસ્વતીને નમન કરીને વિદાય થવા માંડયા. અસરાનું વૃંદ પણ વિદાય થયું. અન્ય દેવીઓ પિતપતાનાં વાહન પર બિરાજમાન થઈ ગઈ. કીતિએ દેવી સર. સ્વતીને કહ્યું: “મહાદેવી, આપ નંદીશ્વર દ્વીપ તરફ પધારવાનાં છેને ?" હા... પણ બાલચંદ્ર દેખાતું નથી..” કહી દેવી સરસ્વતીએ. ત્યાં ઊભેલા હંસ પરિવારો તરફ નજર કરી. પૂર્વ ગગનમાં ઉષાએ દર્શન દીધાં. શ્રીએ કહ્યું. “મહાદેવી, આપને બાલચંદ્ર તે ઘણો જ સમયસાવધ છે. ક્યાં ગયો હશે ?" દેવી સરસ્વતીએ પુનઃ ચારે તરફ નજર કરી. બરાબર આ સમયે મકલા સ્વામીની સેવામાં જાગૃત થઈ અને પૂર્વ ગગન તરફ નજર કરતાં જ બોલી ઊઠી, “સ્વામી, પૂર્વ ગગન તરફ નજર તે કરો. હમણું સૂર્યોદય થશે.” હે' કહીને બાલચંદ્ર સફાળે જાગૃત થયો. પૂર્વ ગગન તરફ આછી નજર કરીને પ્રિયાને વળગી પડતાં બેલ્યો. “પ્રિયે તારા જેવી સુંદરી જ્યાં હોય, ત્યાં સમયનું ભાન કેને રહે ?" પુનઃ એક આશ્લેષ પુન...ચુંબન અને બંને ઊડતાં ઊડતાં મંદિરે આવી પહોંચ્યાં. | દેવી સરસ્વતી શાંત ભાવે પ્રાંગણમાં ઊભાં હતાં. બાલચંદ્રને તેની પ્રિયા સાથે આવતે જોતાં જ તેઓ પરિસ્થિતિ સમજી ગયાં. સેમિકલા હંસના ટેળામાં ગઈ..બાલચંદ્ર દેવી સરસ્વતી પાસે આવ્યો. દેવી સરસ્વતી સ્વભાવથી જ સૌમ્ય, શાંત અને ઉદાર હતાં. તેઓ બાલચંદ્ર સામે જોઈને જ કહ્યું. “બાલચંદ્ર, પૂર્વ ગગન તરફ નજર તો કર., સૂર્યોદય સમયે તે આપણે નંદીશ્વર પહોંચી જવું હતું.' મહાદેવી, હું ક્ષમા માગું છું...શીતળ ચાંદનીના સ્પર્શથી