________________ તીર્થસ્થળની મર્યાદ બંનેનાં મન મિલનની મસ્તી માણવા તલસી રહ્યાં હતાં. - હંસ અને હંસી સરોવરમાં એકબીજાને હૂંફ આપીને ઘૂમવા માંડયાં... રાત્રિના બી જે પ્રહર પૂરો થઈ ગયો...સમયની કલ્પના દૂર ચાલી ગઈ હતી. કામરાગથી રંગાયેલાં પ્રાણીઓ સમય, સ્થળ, પરિસ્થિતિ અને કર્તવ્ય ભૂલી જતાં હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો જેમ ઉન્માદગ્રસ્ત પ્રાણી કશું વિચારી શકતો નથી, તેમ કામાસકત પ્રાણુઓ પણ વિચારહીન બની જતાં હોય છે. ખરેખર, સંસારમાં વિસ્મૃતિનાં વાદળ અનેક રીતે સજતાં હોય છે. પરંતુ કામરાગ વડે સર્જાતાં વાદળદ વિખેરાવાં ભારે કાઠન બની જાય છે. બાલચંદ્ર અને સોમકલા કિનારે આવ્યાં. હંસે પ્રિયતમાની ચાંચ પર પોતાની ચાંચ સ્થાપીને મૃદુ મધુર સ્વરે કહ્યું : “તું આજ ન આવી હતી તે મારી વેદના મારા માટે અસહ્ય બની જાત.” “મારી પણ એ જ દશા હતી. બધા હસી નૃત્સવની આશાએ અહીં આવવા તૈયાર થયા એટલે હું પણ તેઓની સાથે નીકળી પડી.” ધીરે ધીરે વાતો કરતાં કરતાં બંને ઉપવનમાં ચાલી રહ્યાં હતાં. સમય તે પિતાનું કામ કરતો જ હતો... ઉત્સવ તરફ આ બંનેનું લક્ષ પણ નહોતું. ઉપવનના મધ્ય ભાગમાં આવતાં જ બાલચંદ્ર પત્નીને કહ્યું : “સામેને લતા મંડપ કેટલે સોહમણો છે? અમર વેલથી વીંટળાયેલે અને અમરવેલનાં પુષ્પોની સૌરભથી સોહતો લતામંડપ મધુર મિલનને સાક્ષી બને છે.” હંસી બે વચ્ચે જ કહ્યું: “એક મધુર સ્મરણ આપણા મનમાં અંકિત બની જશે.” બંને લતા મંડપમાં દાખલ થયાં. રાત્રિને ત્રીજો પ્રહર વીતી ગયો હતો. હંસ–હંસી ગેલ કરતાં કરતાં લતા મંડપમાં જ નિદ્રાધીન બની ગયાં હતાં. સિદ્ધાયતન જિન પ્રાસાદમાં નૃત્સવ પૂરો થઈ ગયો હતો અને