________________ તીયસ્થળની મર્યાદા...! તય બની ગયાં હતાં. તેઓના મનમાં પણ થતું હતું કે, પુદષના પ્રભાવે ઉત્તમ કોટીની દેવગતિ પ્રાપ્ત થઈ છે. દેવગતિ પ્રાપ્ત થવા છતાં આત્માના સારિવટ ભાવ પ્રફુલ્લ રહ્યા છે અને સમકિતને પ્રેરણા જ મળતી રહી છે. દેવપણામાં પ્રાપ્ત થતું સુખ અનંત હોવા છતાં હે નાથ ! આપે જન્મ, જરા અને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરીને જે શાશ્વત સુખ મેળવ્યું છે તે મહાસુખ આગળ અમને પ્રાપ્ત થયેલા સુખની કઈ વિસાત નથી.અવિનાશ સુખ સમક્ષ નાશવંત સુખની શી કિંમત છે? હે દેવાધિદેવ, આપની ભક્તિમાં અમારે જેટલે સમય પસાર થાય છે, તેટલે સમય ધન્યતા અનુભવી રહ્યો છે. ભાગવંતની સૌમ્ય શાંત પ્રતિમા સામે આવી ભાવના ભાવી રહેલી પ્રત્યેક દેવી ભગવંતનાં રૂ૫-ગુણમાં તન્મય બની ગઈ હતી. ગગનમંડળમાં પૂર્ણચંદ્રને પ્રકાશ પથરાઈ ગયા હતા...અને એ પ્રકાશ જાણે સમગ્ર વિશ્વને અમૃત વડે ભીંજવતો હોય એમ લાગતું હતું. શ્રીસિહાયતન જિનાલયની દક્ષિણે એ અતિ રળિયામણું ઉપવન આવ્યું હતું...આ ઉપવનમાં સ્ફટિક મણિ વડે બાંધેલું એક સુંદર સરોવર હતું. સમગ્ર ઉપવન વિવિધ ફૂલછોડ, વક્ષે વેલીઓ, લતા કેજે, લતામંડપ, વગેરે વડે સમૃદ્ધ બન્યું હતું. આ ઉપવનમાં અવારનવાર દેવદેવીઓ આવતાં અને ભગવંતની પૂજા માટે ઉત્તમ, પુષ્પોનું ચયન કરતાં. બાલચંદ્ર પોતાની પ્રિયા સાથે આ ઉપવનના સરોવર તીરે આવી પહોંચ્યો. સેમકલાએ મધુર સ્વરે કહ્યું, “નોત્સવમાં રોક્યાં હેત તો?” પ્રિયે, ઉત્તર રાત્રિએ તે પાછો પ્રવાસ શરૂ કરવાનું છે... અહીંથી દેવી પોતાના નિવાસે તો જવાનાં નથી. પછી આપણે કયારે મળીએ?” બાલચંદ્ર આમ કહીને પોતાની પાંખ વડે પ્રિયાને આશ્લેષ આયા.