________________ તીર્થસ્થળની મર્યાદા....! 79 આવી પહોંચ્યા હતા. જેમાં સામાકલા નામની હંસિની જે બાલચંદ્ર હંસની પ્રિયા હતી તે પણ આવી હતી. દેવી સરસ્વતી દેવીઓ સાથે શ્રી જિનમંદિરમાં ગયાં.ભાવ અને શ્રધ્ધા સહિત સહુએ અનંત જ્ઞાનના સ્વામી શ્રી જિનેશ્વર ભગંતની રત્ન પ્રતિમાનાં દર્શન કર્યા. દેવી સરસ્વતીએ ખૂબ જ ભાવભરી સ્મૃતિ પ્રકાશી...કઈ પણુ આરાધક પિતાના ઈષ્ટની આરાધના કરે છે ત્યારે તેનું હૃદય પિતાના ઈષ્ટમાં કેટલું તદાકાર બની ગયું હોય છે તે સહજ ભાવે જોઈ શકાય છે. દેવી સરસ્વતીનું હૃદય તે શ્રદ્ધા, ભાવ અને ભક્તિથી ભરપૂર હતું. તેમણે કરેલી સ્તુતિ સાંભળીને અન્ય સર્વ દેવીઓનાં અંતરમાં અપૂર્વ ભાવોલ્લાસ પ્રગટી ગયો હતો. આ | દર્શનાદિથી નિવૃત્ત થઈને દેવી સરસ્વતી અન્ય દેવીઓ સાથે થોડે દૂર આવેલા એક પ્રાસાદમાં ગયાં. કારણ કે ઉત્સવનો પ્રારંભ રાત્રિના પ્રથમ પ્રહરની બે ઘટિકા પછી થવાનો હતો. દેવી સરસ્વતી એક ખંડમાં આવીને બેઠાં...એ વખતે બાલચંદ્ર હંસ ત્યાં આવ્યો. અને નમન કરીને એક તરફ ઊભે હ્યો. - દેવી સરસ્વતીએ પોતાના પ્રિય હંસ સામે જોઈને કહ્યું: “બાલચંદ્ર, ભગવંતનાં દર્શન કર્યા” હા મહાદેવી દર્શન નિમિત્તે એક હજારથી પણ વધુ હંસો અત્રે આવ્યા છે.” ઉત્તમ... શેષ રાત્રિએ આપણે જવાનું છે.” જેવી આજ્ઞા.” કહીને બાલચંદ્ર નમન કરી વિદાય થયો. રાત્રિના પ્રથમ પ્રહરનો પ્રારંભ થયો કે તરત ગાંધ પિતપતાનાં વાદ્યો સાથે શ્રી જિનમંદિરના રંગ મંડપ તરફ ચાલવા માંડયા. અપ્સરાઓનું એક જૂથ પણ ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કરીને રંગ મંડપ તરફ ગયું.