________________ પ્રકરણ 9 મું : તીર્થસ્થળની મર્યાદા...! નદ્વાયતન જિનાલય! આવું ભવ્ય મંદિર વિશ્વમાં અન્યત્ર હશે કે કેમ એ પ્રશ્ન પ્રત્યેક દશકના અંતરને સ્પર્શી જતો.સમગ્ર જિન પ્રાસાદ સુવર્ણ અને રત્નોની કારીગરીથી શોભી રહ્યો હતો. સપાનશ્રેણીઓ, દીવાલે, છત, , તલપ્રદેશ, શિખ, વગેરે પ્રત્યેક અંગ સુવર્ણમય હતું અને એમાં વિવિધ આકૃતિ દર્શાવેલાં રન ચિત્રો દોરવામાં આવ્યાં હતાં. સિદ્ધાયતન જિનાલય! ગર્ભધાર સામેના રંગ મંડપમાં હજારથી પણ વધુ ભાવિકે બેસી શકે એવી એની વિશાળતા હતી. અને ગર્ભગૃહમાં કોઈ દિવ્ય રત્નમાંથી કતરેલી શ્રી જિન પ્રતિમા ભારે તેજ વરસાવી રહી હતી. આ સિદ્ધાયતન જિનાલયમાં સમકિતી દેવતાઓ, ગાંધર્વો, વિદ્યાધરે, વગેરે ભક્તિ અર્થે આવતા હતા. આ સ્થળ મનુષ્ય માટે ભારે અશક્ય ગણાતું. આજ કાવ્ય, કલા અને જ્ઞાનની પ્રેરણાદાતા દેવી સરસ્વતી શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિ નિમિતે ઉત્સવ કરવા આવવાનાં હેવાથી પૂર્વ તૈયારી અથે અપ્સરાઓ, ગંધ, વિદ્યાધરો, વગેરેનું એક જૂથ અગાઉથી આવી ગયું હતું. અને અપરાહ્ન પછી શ્રી. હી, કીર્તિ, કાંતિ, વગેરે દેવીએ સાથે દેવી સરસ્વતી પિતાના મંગલમય વાહન બાલચંદ્ર નામના હંસ પર વિરાજમાન થઈને આવી પહોંચ્યાં. આ ઉત્સવને ઉલ્લાસ માણવા અન્ય કેટલાક દેવહંસ પણ