________________ નિષધપતી બંને નવજવાન હતાં. કેટલાક દિવસના વિયોગના કારણે બંને એકબીજાને ઝંખી રહ્યાં હતાં...નરનાર પછી ગમે તે જાતિનાં હેય ... પરંતુ એમના પ્રાણમાં છુપાયેલી મિલન ઝંખના જાણે કદી તૃપ્ત થતી જ નથી. શું માનવ, શું દેવ, કે શું તિર્યંચ પ્રાણી માત્ર કામરાગ આગળ લાચાર બની જતાં હોય છે. ડાહ્યા માણસો સમજતા હોય છે કે કામરાગ એ અતૃપ્તિની ભયંકર આરાધને છે. જ્યાં સુધી ચિત કામરાગથી સભર બનેલું છે ત્યાં સુધી મુક્તિ ને મંગળ ગીતને આનંદ પ્રાપ્ત થઈ શકતો નથી. ત્યાં સુધી જન્મ મરણના વિષચક્રનો અંત લાવી શકાતું નથી. આ નિર્મળ સત્ય સમજવા છતાં ડાઘા ગણાતા પુરુષો ને દેવદેવીઓ પણ અતૃપ્તિની આરાધના કરતાં જ હોય છે. બિચારો બાલહંસ! પિતાના મનને કયાંથી નિવારી શકે? ભલે તે દેવકને નિવાસી હતો, છતાં તિર્યંચ હતે...સમજદાર હોવા છતાં નવજવાન હતું અને કામરાગની આરાધનામાં માત્ર નવજવાનો જ અગ્રપદે હોય છે એવું નથી. પ્રોઢે અને વૃદ્ધો કદાચ આ દિશાએ વધારે વ્યાકુળ બનતા હશે! પ્રિયા અને પ્રિયતમ એકબીજા સામે જોઈ રહ્યાં હતાં. સામે દિવ્ય સવરની પાળ હતી. અવકાશમાં ચંદ્રનું અમૃત પથરાઈ ચૂક્યું હતું. નીરવ અને મદભરી રાત્રિ હતી. બાલચંદ્ર પ્રિયાના ઉજજવળ દેહ પર પિતાની ચાંચ ફેરવીને કહ્યું: “ચાલ, આપણે જળવિહાર કરીએ.' સેમકલા પણ એવું જ ઈચ્છતી હતી...છતાં નારી પોતાને મનેભાવ મેટે ભાગે અવ્યક્ત રાખે છે. તે બેલીઃ “કેઈ આવી ચડશે ?" બધા ઉત્સવમાં તન્મય બની ગયાં છે. ચાલ..” બંને સવારમાં પડયાં. બંને ચાંદની જેવાં સૌમ્ય શ્રત હતાં...