________________ કિનારાની ઉત્તમ વિચાર છે, મહારાજ....આય સન્નારીઓ ઉત્તમ વિચારોને હંમેશાં વધાની રહી છે.' કહી મહામંત્રી ઊભા થયા અને મહારાજને નમન કરીને વિદાય થયા. મહામંત્રી ભવનમાંથી બહાર નીકળીને સીધા યુવરાજના મહેલે ગયાયુવરાજનું ભવન બાજુમાં જ આવ્યું હતું. યુવરાજ નળ એક ખંડમાં બેઠો હતો અને પત્ની સાથે શિરામણ કરી રહ્યો હતો. એક પરિચારિકાએ આવીને વિનયપૂર્ણ સ્વરે કહ્યું, “યુવરાજશ્રીને જય થાઓ! મંત્રીશ્વર આપને મળવા પધાર્મી છે.' મંત્રીશ્વર પધાર્યા છે? કયાં છે?” નીચેના ખંડમાં.” તું એમનું સ્વાગત કર. હું થોડી જ પળમાં આવું છું” નળે કહ્યું. પરિચારિકા નમન કરીને ચાલી થઈ. કનકાવલીએ સ્વામી સામે જોઈને કહ્યું, “મહાવના કાર્ય વગર મંત્રીશ્વર ન પધારે...” હા પ્રિયે, સંભવ છે કે કોઈ પ્રવાસની યોજના તૈયાર કરી હેય!” કહી નળે પ્રાતઃભોજન સમાપ્ત કર્યું...અને તરત નીચેના ખંડમાં જવા વિદાય થશે. નળ બેઠકમાં દાખલ થતાં જ મહામંત્રી પિતાના આસન પરથી ઊભા થઈ ગયા...નળ તરત તેમની પાસે આવ્યો અને ચરણ સ્પર્શ કરીને બેલ્યો : “દાદા, આપે શા માટે તકલીફ લીધી? સંદેશે કહે હેત તો હું જ આપને ત્યાં આવી જાત.” મહામંત્રીએ નળના મસ્તક પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને કહ્યું, “આપ આસન પર બિરાજે. હું આપને મહત્વની વાત કહેવા આવ્યો છું.”