________________ નિષધપતી નારીને ધર્મ છે... આર્યનારીના આવા ધર્મની આપ ઉપેક્ષા નહિ જ કરો.. અને આ મને પણ શિવપંથની યાત્રાએ...” વચ્ચે જ મહારાજાએ કહ્યું, “દેવી...” સત્ય કહું છું..ઘણું વરસે પર્યત આ ક્ષુદ્ર સુખ ભોગવ્યા કર્યું છે, નથી કોઈ દિવસ મનને તૃપ્તિ મળી કે નથી કઈ દિવસ સુખની સીમાને ભાસ થયો. આ૫ નળને રાજ્યસન પર બેસાડો અને સર્વ ત્યાગના માર્ગે જવાની તૈયારી કરો. સ્વામી ! આ કાયા જ્યાં સુધી સ્વસ્થ અને સશક્ત છે ત્યાં સુધી જ મુક્તિને પુરુષાર્થ સાધી શકાય છે. વળી, જીવનને કાઈ ભરોસો નથી. માનવીના માથે મેત કયારે આવી પડે તે પણ કલ્પી શકાતું નથી. એટલે ઉત્તર જીવનના આ મંગલ માર્ગમાં વિલંબ ન થાય તે આપ લક્ષમાં રાખજો.” આ શબ્દો સાંભળીને મહારાજા વીરસેન અતિ પ્રસન્ન બની ગયા. તેઓ પત્ની તેજસ્વી વદન સામે જોઈને બેલ્યા, “તારા તરફથી મને પ્રેરણા જ મળશે એ મારો વિશ્વાસ હતો. તું પણ જે તૈયારી કરવી ઘટે તે કરી લેજે... આવતી કાલે હું મહામંત્રીને આ અંગે વાત કરીશ.” પત્નીએ કહ્યું... “હું તે હરપળે તૈયાર જ છું...પણું.” શું ? કહેતાં કેમ અચકાણી?” નળને આપે સમજાવવું પડશે. સર્વ ત્યાગના માર્ગે જનારાઓ પરિવારના પ્રત્યેક સભ્યની પ્રસન્નતા લઈને નીકળે એ વધારે ઉત્તમ છે.” “એમ જ થશે...નળને મહામંત્રી સમજાવશે...સ્ત્રી વર્ગને તું સમજાવજે.પુરુષવર્ગને હું સમજાવીશ. રાજાએ કહ્યું. . બીજે દિવસે પ્રાતઃકાર્ય આપ્યા પછી મહારાજાએ મહામંત્રી સાલંકાયનને બોલાવ્યા. થોડી જ વારમાં મહામંત્રી આવી ગયા. મહાપ્રતિહાર મહામંત્રીને ભત્રણગૃહમાં લઈ ગયા. મહારાજા રાહ જોતાં ત્યાં જ બેઠા હતા.