________________ નિષધપતિ યુવરાજ નળદેવ અને બીજે કુબેરદેવ. પરંપરાના નિયમ પ્રમાણે નળને રાજસિંહાસન પ્રાપ્ત થવાનું હોવાથી પિતાના બીજા પુત્ર કુબેરને કઈ પ્રકારને અસંતોષ ન રહે તેટલા ખતાર તેઓએ એક પ્રદેશ તેને કાઢી આપ્યો હતો. પ્રદેશની જે કંઈ આવક થતી તે કુબેર અને તેની માતાને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અને નિષધને ભાવિ કર્ણધાર નળ પિતાના જ પંથે પગલા પાડનાર હતું. આ વાતની ખાતરી થવાથી મહારાજા વીરસેન ખૂબ જ હર્ષિત બન્યા હતા અને છેલ્લા કેટલાક દિવસથી કંઈક વિચાર કરી રહ્યા હતા. પિતાના સ્વામીને વિચારમગ્ન જોઈને મહારાણી રૂપમતીએ એક દિવસ કહ્યું : “મહારાજ, હમણું ચારેક દિવસથી આપ કંઈક વિચારમાં રહેતા હે એમ મને લાગે છે... શું આપને કેઈ તરફથી દુ:ખ અથવા.” મહારાજાએ પત્ની સામે પ્રસન્ન નજરે જોતાં વચ્ચે જ કહ્યું : રૂપ, મને કેઈના તરફથી દુખ થવાનું કે મનભંગ થવાનું કંઈ કારણ નથી, છતાં હું એક સુંદર વિચારમાં મગ્ન રહું છું એ તારું અનુમાન બરાબર છે.' સુંદર વિચાર?” પ્રિયે, એક અતિ સુંદર વિચાર મારા મનમાં જાગે છે.” મને નહિ કહી શકે?' “તું તે મારું અરધું અંગ છે...તને શા માટે ન કહું ? આપણે નળ રાજકાર્યમાં નિપુણ બની ગયું છે. આપણા વિશાળ રાજ્યની જવાબદારી ઉપાડવાની એનામાં શક્તિ પણ છે, સ્વભાવ શાંત, પ્રેમાળ અને ઉદાર છે. એની પત્ની પણ ઉત્તમ છે. આ બધું જોઈને મને થાય છે કે, હું એને રાજ્યાભિષેક કરું અને જવાબદારીમાંથી મુક્ત બનું.' ઉત્તમ વિચાર છે. આપે ઘણે શ્રમ લીધું છે. હવે આ