________________ લગ્ન શકેલ છે અને સહુની પ્રીતિ મેળવી શકેલ છે. યુવરાજ્ઞો કનકાવલી પણ પિતાના ઉમદા સ્વભાવના લીધે સમગ્ર રાજપરિવારની ચાહના મેળવી શકી છે...અને યુવરાજના કાર્યમાં બાધક ન થતાં સહાયક થવામાં પિતાને ધર્મ સમજે છે. પુત્ર અને પુત્રવધૂના સંસ્કાર જોઈને મહારાજા વીરસેનને એક વિચાર આવ્યો. આ વિચાર તેમણે મહારાણી સમક્ષ રજૂ કરવાને નિરધાર કર્યો. પ્રકરણ 8 મું : .: રાજ્યાભિષેક નીનવી દુઃખથી ભારે અકળાઈ જાય છે અને પિકાર નાખતો હોય છે કે હે કર્મદેવ, હવે આ દુઃખને બોજ હળવો કરો ! પણ માનવી સુખથી કદી ધરાતો નથી કે અકળાતો નથી. જેમ જેમ સુખ વૃદ્ધિ પામતું જાય તેમ તેમ માનવીનું મન વધુ ને વધુ સુખ પ્રાપ્ત કરવાની ઝંખના સેવતું જ રહે છે. પરંતુ જેના ચિત્તમાં જ્ઞાનરૂપી ચક્ષુઓ ખૂલ્યાં છે તેને વધારે સુખ પ્રપ્ત કરવાની લાલસા જાગતી નથી, તેને દુઃખની અકળામણ થતી નથી. કારણ કે જ્ઞાની માણસ દીવા જેવું સમજતો હોય છે કે આ બધાં પાપપુણ્યનાં જ ફળ છે ! મહારાજા વીરસેનનાં આંતરચક્ષુ ખૂલી ગયાં હતાં. તેઓ કઈ દિવસ દુઃખથી થાકતા નહોતા અને સુખથી છકી જતા નહોતા. તેઓની સામે કર્તવ્ય એ મુખ્ય હતું. જે રાજ્યના પિતે સ્વામી છે તે રાજ્યની જનતાને કઈ પ્રકારને અસંતોષ ન રહેવો જોઈએ અને જનતાના સંસ્કાર તેમ જ ધર્મની રક્ષા થવી જોઈએ. રાજા તરીકેનું આ કર્તવ્ય તેઓ બરાબર બજાવી રહ્યા હતા. એમને બે પુત્ર હતા.