________________ નિષધપતિ અતિ લાગણીભર્યા સ્વરે કહ્યું, “પિતાજી, મારાથી આપની કોઈ અવગણના થઈ હોય તે મને પ્રાયશ્ચિત્ત આપે. પરંતુ મારે ત્યાગ શા માટે કરે છે ?" “વત્સ, પિતૃભકત પુત્રના હાથે સ્વપ્ન પણ પિતાની અવગણના થાય નહીં. પ્રાયશ્ચિત્ત આપવાને કોઈ પ્રશ્ન જ નથી. ખરું પ્રાયશ્ચિત્ત તે મારે લેવાનું છે...પત્નીઓ, પુત્ર, પરિવાર, સત્તા, વૈભવ, વગેરે ભોગવવામાં જિંદગીને મેટો ભાગ વહી ગયે. જે કદી સાથે આવી શકે એમ નથી તેને જ વળગી રહ્યો ! વત્સ, પ્રાયશ્ચિત્ત મારે કરવાનું છે. હું તારો ત્યાગ નથી કરતો, પરંતુ જે વસ્તુઓ કલ્યાણ સણની બાધક છે તેને ત્યાગ કરવા ઈચ્છું છું. તું હવે નવજવાન છે. ગુણવાન છે અને નિષધ દેશની પ્રજાની આશા છે. આવા આ આસન પર બેસી જા.' : બે પળ નળ એમ ને એમ ઊભો રહ્યો, ત્યાર પછી કરુણ સ્વરે બોલ્યોઃ “પિતાજી...” * “બેટા, ઉરામ પુત્રો માતપિતાના કલ્યાણ માર્ગમાં સહાયક થાય છે. હું અન્યાય તેમ નથી કરતે ને?' નળ મૌન રહ્યો. મૃત્યુ ક્યારે આવશે એની તે કેઈને ય ખબર નથી. શરીર દ્રઢ હોય ત્યારે જ શિવપદ પ્રાતિને પુરુષાર્થ કરી શકાય છે... ભોગ વિલાસમાં દેહને ડૂબેલે રાખીને જ્ઞાનની આરાધના કરવી એ પિતાના અંતરને છેતરવાને મોટામાં મેટો દંભ છે. આ દંભ આચરીને હું દેષમાં પડું એવું તે તું નથી ઈચ્છતોને ?" આછા હાસ્ય સહિત મહારાજાએ પુત્ર સામે જોયું. “પિતાજી, હું કલ્યાણ માર્ગને બાધક થવા નથી ઈચ્છતે.. પરંતુ હજુ હું બાળક છું !" બેટા, માબાપની નજરે તે તું સદાય બાળક રહેવાનો. પરંતુ