________________ રાજ્યાભિષેક લાગણીના તરંગથી દૂર રહીને વાસ્તવદર્શન કરવું જ જોઈએ, હવે તું આ આસન પર બેસી જા” નળનું હૃદય જતું હતું. એ જ વખતે તેને માતા ખંડમાં આવી અને મધુર સ્વરે બોલીઃ “નળ, તારા પિતાની આજ્ઞાનું પાલન કરતાં શા માટે. અચકાય છે?” “મા..' કહીને નળે માતાને વળગી પડયો. માતાએ તેના મસ્તક પર હાથ ફેરવીને કહ્યું : “નળ, ઉદારતાને અર્થ કેવળ દાન કરવું એ નથી. પિતાની પ્રિય વસ્તુને ત્યાગ કરે એ પણ ભવ્ય ઉદારતા છે ! આવ..અહીં બેસી જા.” મહારાજાએ ખાલી કરેલા આસન પર નળ અતિ સંકોચ સહિત બેસી ગયા, એક પરિચારિકા સુવર્ણના થાળમાં પુષ્પમાળા, કંકાવટી, સાચાં. મેતી, વગેરે લઈને આવી પહોંચી. મહારાજા વીરસેને નળના ભવ્ય લલાટ પર તિલક કરતાં કહ્યું, “વત્સ, ઈવાકુ વંશની શોભા બનવાનું તારામાં તેજ પ્રગટે એ મારા આશીર્વાદ છે.” માતાએ પુત્રને સાચા મોતીએ વધાવ્યું. મહામંત્રીએ પુષ્પની માળા પહેરાવીને કહ્યુંઃ “નિષધપતિને જય થાઓ!” ત્યાર પછી ત્રીજે દિવસે રાજસભા વચ્ચે યુવરાજ નળને વિધિવત રાજ્યાભિષેક કરવામાં આવ્યો. તીર્થોદક વડે સેંકડો નરનારે નિષધનાથને અભિષેક કર્યો. મંત્રોચ્ચારના મંગલ ધ્વનિ વચ્ચે રાજપુરોહિતે રાજમુગટ ધારણ કરાવ્યો, રાજભાના પ્રત્યેક સભ્ય હર્ષધ્વનિ સાથે નિષધપતિ રાજ.