________________ રાજ્યાભિષેક નળ બાજુના એક આસન પર બેસતાં બે, “શું કઈ પ્રવાસની યોજના વિસર છે " ના યુવરાજશ્રી...પ્રવાસની કેઈજના નથી... પરંતુ બીજી રીતે વિચારીએ તે એક મહાપ્રવાસની એજના લઈને હું આવ્યો છું. આપ પ્રજાના આધારરૂપ છે, પ્રવીણ, પાપકાર વૃત્તિવાળા, જ્ઞાનદી, ગંભીર અને ઉત્તમ ગુણવાળા છે...વળી, આપ આદર્શ પિતૃભક્ત પણ છે.. આપના જેવું યોગ્ય અને તેજસ્વી પુત્રરત્ન હોવા છતાં અને ઉત્તરાવસ્થાના કિનારે પહોંચ્યા હોવા છતાં મહારાજા આજ પણ રાજભાર વહન કરી રહ્યા છે. એ ગ્ય ન ગણાય.” વચ્ચે જ નળે કહ્યું, “દાદા, આપની વાત...” સહજ અને સમજાય તેવી છે. મહારાજા ઈચ્છે છે કે આપ રાજ્યસન પર બિરાજે અને પૃથ્વીનું પાલન કરે..એટલું જ નહીં પણ, એક મહાન પિતાની ભાવનાને સાકાર બનાવવા એ પુત્ર તરીકેનું કર્તવ્ય બજા.” મહામંત્રીએ ભાવભર્યા સ્વરે કહ્યું. દાદા, આપ આ શું કહે છે? હું તો હજી બાળક છું. માતાપિતાને આશ્રય એ જ મારું રક્ષણ છે. આવી જવાબદારીને બેજો...” યુવરાજશ્રી, કર્તવ્ય એ જ નથી..! આપ ઊભા થાઓ અને મારી સાથે મહારાજા પાસે પધારે. મહામંત્રીએ કહ્યું. “ચાલે” કહીને નળ ઊભો થયો. ડી જ વારમાં બંને મુખ્ય રાજભવનમાં આવ્યા. મહારાજા વરસેન નીચેના ખંડમાં જ બેઠા હતા. તેઓ પિતાના ખાસ મિત્રો સાથે વાતો કરતા હતા. મહામંત્રી અને યુવરાજ ખંડમાં દાખલ થયા એટલે મહારાજાને બંને સાથીઓ ઊઠીને વિદાય થયા. નળે પિતાના ચરણકમળમાં મસ્તક નમાવી, ચરણસ્પર્શ કરીને