________________ રાજ્યાભિષેક જવાબદારીમાંથી મુક્ત થવું જોઈએ.' માત્ર જવાબદારીમાંથી મુક્ત થવું એ અતિ સુંદર ન કહેવાય.” તો ?' વૈભવ, રાજસુખ, સ્ત્રીસંગ, સત્તા, વગેરે ભેગવવા પાછળ જીવનને કેટલે વિરાટ કાળ ચાલ્યો ગયો છે...! એની કલ્પના આવતાં જ મને થાય છે કે મેં જે કંઈ પુષાર્થ કર્યો છે તે કેવળ નાશવંત સુખ માટે જ કર્યો છે...શાશ્વત સુખ પ્રાપ્ત કરવા કંઈ કરી શકો નથી. મને લાગે છે કે, જિંદગીને ઉત્તરાર્ધ સહુએ સાચા માગે વાળ જોઈએ.” રાણી રૂપવતી પતિ સામે જોઈ રહી. મહારાજાએ કહ્યું, “તું મને હર્ષ પૂર્વક રજા આપીશ ને?” એટલે...” નળને રાજ્યાભિષેક કર્યા પછી હું સત્યાગના પથે ચા જવાને છું.” “સ્વામી!..” “હા પ્રિયે, સાચી શક્તિ સંસારને સમૃદ્ધ કરવામાં નથી પણ સંસારનો ત્યાગ કરવામાં છે. મને વિશ્વાસ છે કે તું તારા સ્વામીના મંગળ માર્ગને અવશ્ય વધાવીશ.” મહારાજાએ ભાવભર્યું સ્વરે કહ્યું. આપની ભાવનાને હું વિરોધ નથી કરી શકતી ..પરંતુ પ્રાર્થના કરવાને મારો અધિકાર છે...અને...એ દ્રષ્ટિએ હું એક પ્રાર્થના કરવા ઈચ્છું છું.' ‘કહે...' હું હર્ષપૂર્વક રજા આપવામાં નથી માનતી પરંતું હર્ષ પૂર્વક સાથ આપવામાં માનું છું. આપ આપના અર્ધા અંગને શું શાશ્વત સુખના પંથે જવાની પ્રેરણું નહિ આપો? મારી પ્રાર્થના એટલી જ છે...સ્વામીનાં સુખદુઃખમાં પત્નીએ સાથ આપવો તે