________________ સ્વાગત નિમિતે નિષધના પોતે આવી રહ્યા છે.” ચંદ્રબાહુ ઊભું થઈ ગયા. ત્યાં તે ચાર રથ નજીક આવીને ઊભા રહી ગયા. રાજા વીરસેન અને મંત્રી તેમ જ રાજપરિવારના સભ્યો નીચે ઊતરી ગયા. મહારાજા વીરસેને ચંદ્રબાહુનું સ્વાગત કર્યું રાજકન્યા કનકાવલી રાજભવનમાં જ હતી. યુવરાજ નળ રાજભવનમાં ગયો હતો. ચંદ્રબાહુને પોતાને રથમાં બેસાડીને મહારાજા વીરસેન રાજભવન તરફ વિદાય થયા. ચંદ્રબાહુની રાણી અન્ય રથમાં બે દાસીઓ સાથે બેઠી હતી. સહુ મહારાજાના રથ પાછળ રહ્યા. મહારાજા વીરસેને રાજભવનમાં આવેલા એક મહેલમાં રાજા ચંદ્રબાહુને ઉતારો આપ્યો. મહારાણી રૂપમતી કનકાવલીને લઈને આવી પહોંચ્યાં. કન્યાને જોતાં જ તેની માતાનાં નયને હર્ષો થી સિકત બની ગયાં. માદીકરી ભેટી પડયાં. બીજા બે દિવસ વીતી ગયા. ત્રીજે દિવસે પુત્રી પાસેથી સઘળી વાત જાણીને રાજા ચંદ્રબાહુએ મહારાજા વીરસેનને કહ્યું, કૃપાનાથ, આપે મારી એક પ્રાર્થના સ્વીકારવી પડશે.” આપ મારા અતિથિ છે... આપ પ્રાર્થના નહિ પણ આજ્ઞા કરો.. “કૃપાનાથ, મારી પુત્રી કનકાવલી મનથી આપના યુવરાજને વરી ચૂકી છે. ગઈ રાતે જ તેની માતાને આ વાત જણાવી હતી....આપ અમારા રક્ષક છો...અમારા અધીશ્વર છે. આપથી અમે ઊજળા છીએ....મારી કન્યાને વચ્ચે જ મહારાજા વીરસેને અતિ પ્રસન્ન સ્વરે કહ્યું, “ચંદ્રબાહુ,