________________ લાખ મિત્રો સાથે વિનેદ કરવો, વગેરે કાર્યોમાં તેને દિવસ કેમ વીતી જાય છે તેની જ ખબર પડતી નહતી. અને કનકાવલી નળની આ બધી પ્રવૃત્તિથી મનમાં ખૂબ જ હર્ષ અનુભવતી. તે સમજતી હતી કે પુરુષે જીવનના પુરુષાર્થ પાછળ જ તમય રહેવું જોઈએ. વૈભવ, વિલાસ અને વૃત્તિઓને સંવ આપવા પાછળ સમય વેડફી નાખનારા પુરુષો નથી ગૌરવ પ્રાપ્ત કરી શકતા કે નથી કોઈનું કલ્યાણ સાધી શકતા. વળી, જેના મસ્તકે આવા વિશાળ રાજ્યનો બોજ આવવાનું છે તેને તે જાગૃત અને સાવધ રહેવું જોઈએ. બીજા પાંચ દિવસ વીતી ગયા.રાજા ચંદ્રબાહુએ પાવેલ દૂત નગરીમાં આવી ગયો. રાજ્યના અતિથિવાસમાં તેને સહકાર કરવામાં આવ્યું...આવતી કાલે રાજસભા મળવાની નહતી. એટલે પરમ દિવસે રાજસભામાં જઈને કનકાવલીનું ચિત્ર મહારાજા વીરસેન સમક્ષ રજુ કરવું અને રાજા ચંદ્રબાહુનો સંદેશો આ પ એમ તેણે મનથી નક્કી કર્યું. બિચારા પુરોહિતને કનકાવલીના અપહરણની કે તે અહીં આવી પહોંચેલ છે તે વાતની કોઈ માહિતી હતી જ નહિ. સંધ્યા પછી તે નગરીની બજારમાં ફરવા નીકળ્યો અને તેને યુવરાજ નળના પરાક્રમ અંગેની કેટલીક વાતો સાંભળવા મળી. તાજેતરના પરાક્રમની વાત પણ એક સ્થળે ચર્ચાતી હતી. એ ચર્ચામાં એટલું જ સમજાયું કે સાત દિવસ પહેલાં યુવરાજ નળે કોઈ વિદ્યાધરે અપહરણ કરેલી રાજકન્યાને છોડાવી છે અને બે મુનિઓની નવપત્તિ દૂર કરી છે. કદાચ તેણે કનકાવલીનું નામ સાંભળ્યું હતું તે પણ પિતાના રાજાની એ પુત્રી હશે, એવું એ ન જ માની શકત. બીજે દિવસ વીતી ગયો.