________________ 62 નિષધપતિ પિતાના અંતરનું સમર્પણ કોને કરવું એ નારીને પિતાને સહજ અધિકાર છે. સમર્પણ કરનાર જે બદલાની આશા રાખે અથવા પિતાના સ્વાર્થને આગળ રાખે તે એનું સમર્પણ એ કેવળ દંભ છે. દંભ સેવનારી નારી કઈ દિવસ પિતાનું ગૌરવ જાળવી શકતી નથી. કનકાવલીના હૃદયમાં સ્વામીરૂપે નળનો સ્વીકાર સહજ ભાવે થઈ ગયો હતો, પરંતુ નળને કે રાજભવનના કોઈ સભ્યને આવી ૦૯પના પણ આવી શકી ન હતી. મહારાણી રૂપમતી કનકાવેલીને સૌમ્ય સ્વભાવથી ખૂબ જ પ્રભાવિત બની ગઈ હતી. કનકનું રૂ૫ તો આકર્ષક હતું જ. પરંતુ એના સ્વભાવનું રૂપ અપૂર્વ હતું. નારીનું સાચું રૂપ કાયાનું નહિ પણ અંતરનું હેાય છે. કાયાનું રૂ૫ તો ગમે ત્યારે વિદાય લેવાનું જ યૌવન પણ એક દિવસે અસ્ત થવાનું છે. પરંતુ અંતરનું રૂપ ઉત્તરોત્તર વૃદ્ધિ જ પામે છે. એ રૂ૫ વડે જ નારી અમર છે, મહીન છે. નળનાં માતાને કનકાવલી પ્રત્યે ખૂબ જ મમતા જાગી હતી. પરંતુ યુવરાજ નળે એવો કોઈ વિચાર નહતો કર્યો... કઈ પણ રૂપવતી નારીને જોઈને તેના પ્રત્યે મુગ્ધ બનવું એ પુરુષની મેટામાં મોટી પામરતા છે, એમ નવજવાન નળ માનતો હતો. વળી, તેના મિત્રો સાથીઓ, મંત્રીઓ, સહુ સંસારપ્રિય હતા. ઉત્તમ વંશમાં જન્મ થવો એ પુણ્યોદયનું ફળ છે, પરંતુ ઉત્તમ વંશમાં જન્મ લીધા પછી સંસ્કારી મિત્રો મળવા, સંસ્કારી સાથીઓ મળવા અને સદાચારની મર્યાદામાં રહેવામાં ગૌરવ ભાસ એ પુજવલતાની સાચી નિશાની છે. નળ સવારસાંજ માતાને નમન કરવા આવતો હતો. પછી તે રાજકાર્યમાં જ રત રહે. મંત્રીઓ સાથે ચર્ચા કરવી, રાજસભામાં - હાજરી આપવી, વ્યાયામ કરો, શસ્ત્ર સંચાલનમાં સમય આપો,