________________ નિષધપતિ નળ આમ્રવૃક્ષ તરફ ગયે અને કેટલાંક ફળ લઈ આવ્યો...ત્યાં તે તેના સાથીઓ આવી પહોંચ્યા. નળના સાથીઓ સાથે પાથેયના ડબરાઓ, જળની બતક વગેરે સામગ્રી હતી. નળે બંને મુનિવરને એ શુદ્ધ સામગ્રી વહેરાવી. કનકાવલીને આગ્રહ કરીને ભોજન કરવા બેસાડી. ભેજનાદિથી સહુ નિવૃત્ત થયાં ત્યાર પછી શ્રીધર મુનિવરે સહુને ધર્મને ઉપદેશ આપે અને નળને કનકાવલીને સાથે લઈ જવાની તેમ જ તેના પિતાને ત્યાં પહોંચાડવાની આજ્ઞા કરી. નળ પિતાના સાથીઓ સાથે કનકાવતીને લઈને વિદાય થયા. બંને મુનિવરો ત્યાં જ રહ્યા. બીજે દિવસે સવારે તેઓએ સમેતશિખરજી તરફ વિહાર કર્યો. રાતોરાત પ્રવાસ કરીને યુવરાજ નળ સવારે નિષધામાં પહોંચી ગયો. મહારાજા વીરસેન ભારે ચિંતા સેવી રહ્યા હતા. નળની માતા પણ આખી રાત અનિંદ્રામાં સપડાયેલાં રહ્યાં હતાં...' અચાલન ગયેલે પુત્ર સંધ્યા પહેલાં જ પાછા આવવાનું હતું અને કયાં રહી ગયો હશે? શું થયું હશે? વગેરે પ્રશ્નો તેમનાં ચિત્તને વ્યથિત બનાવી રહ્યા હતા. પિતાના બાળક માટે માતાનું હૃદય ભારે લાગણી પ્રધાન હોય છે. પુત્ર પ્રાપ્ત થયો હોય છતાં માતાને મન એ નાને જ દેખાતે હોય છે. ખરેખર, સંસારમાં મા જેવી મમતા રાખનારું કોઈ નથી હેતું. ભાઈ, મિત્ર પિતા, પત્ની, સત્તા, સંપત્તિ, કે દેવસુખ ગમે તે મળે, પણ માની મમતા ની તોલે કે ઈ ન આવી શકે. કારણ કે માના હૈયાની મમતા નિસ્વાર્થ હોય છે, જ્યારે અન્યના પ્રાણમાં ઓછોવતો સ્વાર્થ પડયો જ હોય છે. એથી જ શાસ્ત્રકારો પિકારી પકારીને . કહે છે કે માતા પિતાએ કરેલા ઉપકારને બદલે કે ઈ સંતાનથી વાળી શકાતું નથી.