________________ લગ્ન બજાવતાં કઈ વિપત્તિ આવે છે તે હસતા હેયે પચાવી લેવી જોઈએ. યુવરાજ નળ બે હાથ જોડી, મસ્તક નમાવીને ઊભે હતો. શિષ્ય મુનિએ કહ્યું : “ગુરુદેવ, નિષધદેશના યુવરાજ નળનું અહીં આકસ્મિક આગમન ન થયું હોત તો..” વચ્ચે જ મહામુનિએ કહ્યું : “પરમ ઉપકાર કરવાનું પુણ્ય પ્રાપ્ત થવાનું હતું એટલે જ નળને આ સ્થળે એકાએક આવવું પડયું... પછી નળ સામે જોઈને મહામુનિ બોલ્યાઃ “રાજકુમાર ! પરમાત્માના સમગ્ર વિશ્ન પવિત્ર કરવામાં અસાધારણ શક્તિ ધરાવનારા શ્રી વિતરાગ ચરણની રજ તને પવિત્ર કરે. વીણાપાણિના વિકાસ માટે હંસ સમાન, હંસની જેવી ઉજજવળ કાંતિ ધારણ કરનારા અને હંસ માફક નીરક્ષીરને ન્યાય કરનારા, આત્મજ્ઞાન રમણતામાં સદાય મસ્ત રહેનારા શ્રી વિતરાગ પરમાત્મા હજાર વર્ષ પર્યત તારા માટે હર્ષનું કારણ બને. પરોપકાર કરવામાં પ્રીતિવાળા હે રાજકુમાર, મને લાગે છે કે આ પૃથ્વીની પીઠ પર તારા સમાન ગૌરવવાળો ભાગ્યે જ કોઈ થશે અમારા જેવા પરિગ્રહ વગરના સાધુ પર તેં જ ભકિતભાવ. દર્શાવ્યું છે એ જ તારા કલ્યાણમાગનું પ્રતીક છે. વત્સ, અમે કલ્યાણ હૃદયમાં ધર્મ સિવાય કેઈને કશું આપી શકતા નથી...તારા નવજવાન હૃદયમાં રહેલી સદભાવના અમને ખૂબજ પ્રભાવિત કરી ગઈ છે. હું તને અહિંસક દષ્ટિએ સંમેહન આદિ જુભકાત્રો અર્પણ કરું છું... તે તું પ્રસન્ન હૃદયે સ્વીકાર કર.” યુવરાજ નળે છે: ધરતી સુધી નમીને મહાત્માની ચરણ રજ : લઈને પિતાના મસ્તક પર મૂકી. મહાત્મા શ્રીધર મુનિવરે સંમોહન આદિ દિવ્ય મંત્રાસ્ત્રો નળને. આપ્યાં. એ જ વખતે નળને શોધતાં તેના સાથીઓ આવતા દેખાયા.. હજી સૂર્યાસ્તને ઘણુ વાર હતી.