________________ 57 નળનું સાહસ પિતાના અશ્વ પાસે ગયો.. બરાબર એ જ વખતે શ્યામલ રંગને એક વિષધર નળના પગલે પગલાં દબાવતે ધુંવાપૂવા થતા અને ક્રોધાયમાન દેખાતે આવી રહ્યો હતે. વિષધરને જોતાં જ ત્યાં ઊભેલા માણસેએ કલરવ કરી મૂક... અને વિષધર અશ્વ પાસે પહોંચે તે પહેલાં જ યુવરાજ નળે અવના કાનમાં ત્રણ વાર અશ્વકલાને મંત્ર બોલીને ઉપર સવાર થઈ ગયો અને અધ વળતી જ વિપળે નક્ષત્ર વેગે ગગન માગે ગતિમાન થયે. ક્રોધાયમાન થયેલ વિષધર આકાશ સામે જોઈને જે રીતે આવ્યો હતો તે રીતે સિદ્ધવન તરફ ચાલ્યો ગયે. આ મહાન ગિરિવર ઉપર યાત્રાએ આવવું એ ભારે કઠિન ગણાતું... છતાં કઈ કઈ યાત્રિ પુણ્યબળે આવી પહોંચતા... પ્રાંગણમાં ઊભેલા યાત્રિક અને રક્ષણ આશ્ચર્યચકિત નજરે આકાશ તરફ જોઈ રહ્યા હતા. તેઓ કશું સમજી શક્યા નહિ.... આવેલે નવજવાન શું કઈ વિદ્યાધર હશે, કઈ દેવ હશે કે કોઈ દિવ્ય પુરુષ હશે...? માનવી આ રીતે પ્રવાસ કરે તે કઈને શકય લાગતું નહોતુ . નળને અશ્વ છેડી જ વારમાં અદ્રશ્ય થઈ ગયો. એક રલકે કહ્યું, “આ દેવ હોય કે ગમે તે હોય પણ ભારે સાહસિક હતો એમાં કોઈ સંશય નથી. સિદ્ધવનમાં જઈને એક પાન લાવવું એ પણ મે તને ભેટવા બરાબર ગણાય છે અને આ તેજસ્વી જુવાન એક ડાળી લઈને ચ હે ગયે..આવું ભાગ્યે જ બને છે. લોકોએ ફરી વાર જે દિશાએ નળને અશ્વ ગ હતું તે દિશા તરફ નજર કરી...પણ દ્રષ્ટિની મર્યાદા માનવીની જિજ્ઞાસાને તૃત કરી શકતી નથી.