________________ પ૬ નિષધપતિ જ પળોમાં સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા દઈ શકાશે એમ નળને લાગતું હતું... તે માત્ર અધ ઘટિકામાં પુંડરિક ગિરિવર ઘર પહોંચી ગયો. શ્રી ઋષભદેવ ભગવંતન વિરાટ મંદિર સામેના ભવ્ય પ્રાંગણમાં અશ્વ ઊભે રહ્યો. સૌથી પ્રથમ યુવરાજ નળ અશ્વ પરથી ઊતરીને પ્રથમ જિન પતિને વંદના કરવા મણિરત્નથી શોભતા જિનાલયમાં દાખલ થયે. જે પુણ્યશાળી હેય, ભાવિક હોય અને નિર્ભય ચિત્ત હોય તે માનવી જ પ્રથમ જિનપતિની આ રનમય પ્રતિમાનાં દર્શન પામી શકે. યુવરાજ નળે ભાવભર્યા હૃદયે ભગવંતનાં દર્શન કર્યા અને સૂર્ય જેવા તેજસ્વી રત્નમાંથી નિર્માણ કરેલી આ દિવ્ય પ્રતિમાને હૃદયમાં સ્થાપીને બહાર નીકળ્યો. મંદિરની પશ્ચિમે જ મહામંગલમય રાયણવૃક્ષ હતું. રાયણ વૃક્ષ નીચે પ્રથમ જિનપતિનાં પગલાં હતાં. આ પવિત્ર સ્થળને વંદન કરીને નળ પાછળ આવેલા સિદ્ધવનમાં ગ..માયાનિમૂલિની નામની દિવ્ય ઔષધિને ચાર છોડ એક તરફ દેખાયા... નળે એ પણ જોયું કે એ ઔષધની આસપાસ લીલા રંગના શ્યામલ રંગના અને ભયંકર વિષધરે પડ્યા છે. દ્રષ્ટિ માત્રથી પ્રાણ હરી લે એવા વિષધર પણ આરામથી પડયા છે... નળ દબાતા પગલે તે ઔષધિ પાસે ગયો અને કમરે લટકતી -તલવાર મ્યાનમુક્ત કરીને એ જ ઝાટકે એક ડાળી કાપીને ઉઠાવી લીધી. ત્યાં બેઠેલા વિષધરે સંચળ બન્યા પણ તે પહેલાં જ નળ દિવ્ય ઔષધિની ડાળ લઈને ચાલતો થયે. જિનાલયના પ્રાંગણમાં કેટલાક માણસે ઊભા હતા. પરંતુ નળ પાસે કોઈ સાથે વાત કરવાને યે સમય નહોતું. તે સીધો