________________ લગ્ન સૌથી પ્રથમ નળ માનાં ચરણમાં નમી પડે. પછી પિતાનાં ચરણમાં. નળે પ્રવાસમાં કેમ વિંલબ થયો અને શી ઘટના બની વગેરે વિગતથી વાત કહી..માતાએ પુત્રને હૈયાસરસો લઈને તેને મસ્તક પર હાથ ફેરવ્યો. કનકાવલીને મહારાણીએ પિતાની પાસે રાખી.એને માટે વસ્ત્રાલંકારની વ્યવસ્થા કરી અને એ જ દિવસે મહાજાએ રાજા ચંદ્રબાહુને કનકાવલી સુખરૂપ પિતાને ત્યાં હોવાનો સંદેશ મોકલી આપે ...સાથોસાથ એ પણ જણાવ્યું કે, આપની કન્યા દસ બાર દિવસ અહીં આરામ કરશે. ત્યાર પછી અમે તરત મોકલી આપશું...આપ ચિંતા કરશો નહિ ! આ સંદેશ ગતિવાળી કે વાહનમકે દૂત દ્વારા મોકલી આપે. જે ત્રીજે દિવસે જલંધરની રાજધાની પહોંચી જાય એવી ગણતરી હતી. પરંતુ નિષધાના રાજભવનમાં એક કોમળ હૈયું નવા જ સ્વપ્ન વચ્ચે વિભેર બન્યું હતું. કનકાવલીના ચિત્તમાં, મનમાં અને અંતરમાં યુવરાજ નળની મૂર્તિ કઈ પણ કાળે ન ભૂંસાય એવી રીતે અંકિત થઈ ગઈ હતી. ગઈ કાલે સરોવર કિનારે નળનું આકસ્મિક આગમન, મુનિઓ ખાતર આકાશ માર્ગે જવું અને આવવું, નળનું નિર્મળ અને મસ્ત યૌવન, સુદ્રઢ શરીર અને ઉદાર મન...નળના નયનમાં રહેલું ભવ્ય તેજ...નળની વિવેકભરી મધુર વાણીઃ આ બધું જોઈને કનકાવલીના મનમાં એક જ ગાંઠ બંધાઈ ગઈ હતી કે સંસારમાં નળ સિવાય કઈ મારા સ્વામી નહિ નળના હૈયામાં પોતાને સ્થાન મળશે કે નહિ ? અથવા યુવરાજ ભારે રવીકાર કરશે કે નહિ? આવો કોઈ પ્રશ્ન કનકાવલીએ વિચા જ નહોતું. તે સમજતી હતી કે નારી કાયાથી નહિ પણ મનથી પરણે છે. નારીનું સમર્પણ એ એના અંતરની સંપત્તિ છે અને