________________ નિષધપતિ આપની સુકન્યા યુવરાજને મેગ્ય છે. એમાં કોઈ સંશય નથી... મહાદેવી આપની કન્યાના સ્વભાવથી ખૂબ જ પ્રભાવિત બન્યાં છે. હું આપની ભાવનાને હર્ષપૂર્વક સત્કાર કરું છું.' રાજા ચંદ્રબાહુનાં જ્યને હર્ષથી સજળ બની ગયાં...તે કશું બોલી શકયો નહિ...તેણે મહારાજા વીરસેનના બંને હાથ પકડી લીધા. એ જ વખતે ચેળ ખાવામાં આવ્યો.. અને મહારાજાએ આ શુભ સમાચાર રાજભવનમાં પાઠવી દીધા. બીજે દિવસે રાજસભા વચ્ચે જલંધરના પુરોહિતે શાસ્ત્રીય વિધિ મુજબ વાગ્દાનની જાહેરાત કરી અને તેજ મૂર્તિ યુવરાજ નળના ભવ્ય લલાટ પર કુમકુમનું તિલક કર્યું. મહારાજા વરસેને પિતાના મહામંત્રી સાલંકાયનને લગ્ન. સવની તૈયારી કરવાની આજ્ઞા આપી. અને પાંચમે દિવસે ઘણું જ ઉલાસપૂર્વક યુવરાજ નળનાં રાજા ચંદ્રબાહુની કન્યા કનકાવલી સાથે લગ્ન થયાં. મહારાજાએ પોતાના જયેષ્ઠ પુત્રનાં લગ્ન નિમિતે દાનની ધારા વહેતી કરી... અને લગ્ન પછી ત્રીજે દિવસે રાજા ચંદ્રબાહુ પોતાના રસાલા સાથે વિદાય થયા. કનકાવલીની ભાવના સફળ થઈ.યુવરાજ નળના હૃદયમાં તેણે પ્રથમ રજનીએ જ સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. મહારાજા વિરસેને નવદંપતીના નિવાસ માટે એક ભવ્ય પ્રાસાદ સુપરત કર્યો હોવાથી નવદંપતી ત્યાં રહેવા ગયાં. દિવસો જ્યારે સુખ અને સંતોષથી ઉભરાતા હોય ત્યારે કેમ પસાર થાય છે એની કલ્પના આવી શકતી નથી. નિષધનાથ વીરસેન જોઈ શકયા હતા કે યુવરાજ હવે રાજ. કાર્યમાં કુરાળ બની ગયેલ છે. પ્રજાનું પાલન કરવામાં કર્તવ્ય સમજી