________________ નિષધપતિ અને સંધ્યા સુધીમાં કઈ પણ ઉપાયે શત્રુંજયના મહાપર્વત પર જઈને આવી શકાય તે અશકય હતું જ્યાં જતાં આવતાં વીસથી વધારે દિવસો લાગે ત્યાં એક દેઢ પ્રહરમાં કેવી રીતે જઈ આવી શકાય ? નળે બે હાથ જોડીને કહ્યું “મહાત્મન, આ સિવાય બીજે કોઈ ઉપાય નથી ?' છે... પરંતુ એ ઉપાય ગુરુદેવ પિતે જાણે છે. હું નથી જાણતઅને સરવશીલ મહાત્માઓ જીવવા ખાતર કશે પુરુષાર્થ કરતા નથી . વળી, મંત્રબંધનના કારણે આવેલી જડતાના અંગે તેઓ આત્મ દર્શન અર્થે ધ્યાનસ્થ બની ગયા છે. રાજકુમાર, જે આ કાર્ય નહિ બને તે ગુરુદેવનો દેહ ઢળી પડશે.. હું પણ ગુરુવિયોગે આ સ્થળે જ અનશન ધારણ કરે શ અને આ રાજકન્યા પણ બચી શકશે નહિ.” આમ, ત્રણ કાયાઓને અંત આવશે..તું શક્તિ સંપન્ન અને બત્રીસ લક્ષણેથી યુક્ત છે, એટલે તું કાર્ય નિર્વિદતે કરી શકીશ.” ભગવંત, હું તૈયાર છું... પણ એક જ પ્રહરમાં એટલે દૂર પાછા ફરવું એ માનવી માટે શક્ય નથી. મારે અશ્વ ઉત્તમ જાતિને તેજસ્વી છે. હું પણ યમરાજથી ભય ન પામું એ નીડર છું. પરંતુ હું શું કરું એક પ્રહરના ગાળામાં એટલે દૂર જવું ને આવવું મારા માટે કે મારા તેજસ્વી અશ્વ માટે કોઈ પણ દ્રષ્ટિએ શકય નથી. જે એ દુટ વિઘાધર અહીં હેત તે હું એની સામે સંગ્રામ ખેલીને એને અવશ્ય પરાજિત કરત...પણ..” શિષ્યનિએ પ્રસન્ન સ્વરે કહ્યું " નળકુમાર, સમયની ચિંતા કરવાની કોઈ જરૂર નથી, હું તને એક મંત્ર આપું છું...એ મંત્રના પ્રભાવે તારો અશ્વ માત્ર એક ઘટિકામાં ત્યાં પહોંચી જશે... “અશ્વલા” નામને એ માત્ર સમયની મુશ્કેલી દૂર કરશે. પરંતુ સિદ્ધવનમાં જઈ એ દિવ્યોષાધ લાવવી તે કામ ભારે કપરું છે. હું તને ફરી વાર એ દિવ્યૌષધિને પરિચય આપી દઉં.' આમ કહીને શિષ્યા