________________ પર નિષધપતિ દીધે અને પિતે હાથ મુખ જોઈ થોડું જળપાન કરી વસ્ત્રો કાઢયા અને સરોવરમાં સારી રીતે સ્નાન કર્યું. ત્યાર પછી એક આમ્રવૃક્ષ પરથી પરિપકવ કેરીઓ ઉતારને સુધાનું નિવારણ કર્યું. અને એકાએક તેને દ્રષ્ટિ થડે દૂર ઊભેલા મુનિ પર પડી. તે તરત વંદન કરવા ઉતાવળે પગલે મુનિ પાસે ગયો અને ત્યાંનું સમગ્ર દ્રશ્ય જોતાં જ તે અવાક બની ગયા. એક નવજવાન સુંદર તરુણ વૃક્ષ નીચે બેસીને કંઈક સ્મરણ કરતી હોય તેમ લાગ્યું. તેનાં ને બંધ હતાં. છતાં સજળ બની ગયાં હતાં. નળના હૃદયમાં થયું... આ નારીને કંઈ વિપત્તિ આવી પડી હશે ? એક વૃક્ષના થડ પાસે મહામુનિ ધ્યાન દશામાં ઊભા હતા. તેમના નેત્રો નિમિલિત હતાં... અને બીજા મુનિ આશ્ચર્યભરી નજરે પિતા સામે જોઈ રહ્યા હતા.. યુવરાજ નળે શિષ્ય મુનિને વિધિવત નમન કર્યા. શિષ્ય મુનિએ ગંભીર સ્વરે કહ્યું : “ધર્મલાભ !' “મહાત્મન, આપ આવા નિર્જન સ્થળે ?" ભાગ્યવંત, ત્યાગીઓને નિવાસ તે નિર્જન સ્થળે જ હેય... પરંતુ મારા ગુરુદેવ અહીંથી વિહાર કરે તે પહેલાં જ એક ભયંકર ઉપસર્ગ ઊભો થયો.” આ પ્રમાણે કહીને શિષ્ય મુનિએ આજની બ્ધટના કહી સંભળાવી. આ ઘટના સાંભળતાં જ યુવરાજ નળનાં રોમાંચ ખડાં થઈ ગયાં. તે વિચારમાં પડી ગયો. શિષ્ય મુનિએ કહ્યું, " જુવાન પુરુષ, તને જોઈને મારા હૃદયમાં આશા પ્રગટી હતી કે ગુરુદેવને ઉપસર્ગ અવશ્ય દૂર થઈ શકશે. કારણ કે તું બત્રીસ લક્ષણેથી યુક્ત છે..તારાં નયનેમાં પૃથ્વી પર રાજ કરનારા ચક્રવર્તી જેવું તેજ છે...તારે ચહેરે સૌમ્ય છતાં નિશ્ચય