________________ નળનું સાહસ અળવાળો છે... યુવરાજે કહ્યું, ‘મહાત્મન, આવું કાર્યો જે હું કરી શકીશ તે. ધન્ય બની જઈશ મને આજ્ઞા કરો...” કનકાવલી નવકાર મંત્રનું આરાધન પૂરું કરીને આ નવજવાન, તેજસ્વી અને અતિ શિષ્ટ લાગતા રાજકુમાર સામે જોઈ રહી હતી. શિષ્ય મુનિએ કહ્યું, “તારે શુભ પરિચય...” નળે નમન કરીને કહ્યું, “મહાત્મન, આ ભૂમિ નિષધ દેશના નામથી પ્રસિદ્ધ છે...લગભગ અહીંથી એક કોસ દૂર નિષધા નગરી છે..નિષધ દેશના સ્વામી મહારાજા વિરસિંહ છે. હું તેમને જ્યેષ્ઠ પુત્ર છું. મારું નામ નળ છે...આપ કોઈ પ્રકારને સંકેચ રાખ્યા વગર મને આજ્ઞા કરો.” કુમાર, પુંડરીક નામના શાવતા પર્વત પર ભગવાન આદિનાથ પ્રભુનું એક ભવ્ય જિનાલય છે...એ જિનાલયની 5 છળ એક મંગલકારી રાયણનું વૃક્ષ છે...એની પાછળ એક નાનું ઉપવન છે.. આ ઉપવન સિદ્ધવનના નામથી વિખ્યાત છે. સિદ્ધવનમાં અનેક દિવ્યૌધિઓ થાય છે. એમાં માર્યાનિકૂલિની નામની એક દિવ્યૌષધિ છે. આ ઔષધિ બે અઢી હાથ ઊંચી હોય છે. તેને પાંચ પાંચ શાખાઓના પાંચ વિભાગ વિસ્તરે છે. દરેક શાખામાં પાંચ પાંચ પલ્લવના ફણગા હોય છે અને દરેક શાખામાં માત્ર પાંચ જ ફૂલ હોય છે. આ પુષ્પનો રંગ અરુણાભ છે... આવી એક શાખા જે કોઈ બત્રીસ લક્ષણા પુરુષ આજ સૂર્યાસ્ત પહેલાં લાવી શકે તો વિદ્યાધરનું મંત્રબંધન નષ્ટ કરી શકાય. જે એ ન બને તે રાત્રિાળે ચૌદપૂર્વ ધારી ગુરુદેવની કાયા હંમેશ માટે જડ-નિશ્ચત બની જાય. આવી દિવ્ય ઔષધિ સત્ત્વશીલ, સાહસિક, સમર્થ અને શ્રેષ્ઠ પુરુષ જ લાવી શકે છે. એવાં બધાં લક્ષણો અને તારામાં દેખાયાં છે.” નળમારે આકાશ સામે નજર કરી મધ્યાહન વીતી રહ્યો હતો.