________________ પપ નળનું સાહસ મુનિએ ભાયાનિલિની નામની ઔષધિનું ફરી વાર સ્વરૂપ બતાવ્યું અને ઉમેર્યું , " ભદ્રપુરુષ, એ ઔષધિની આસપાસ હિંસક વિષધરે. હેવાને સંભવ છે. સાહસિક માણસ સિવાય એની ડાળખી લાવવી તે સહજ નથી.” મહાત્મન, આપ મને અશ્વકલાને મંત્ર આપે. હું અવશ્ય માયાનિમૂલિનીની એક શાખા લઈ આવીશ. મને કોઈ વિપત્તિ કે કઈ શક્તિને જરાયે ભય નથી. વળી, આપ સમ મહાત્માના આશીર્વાદ મારું રક્ષણ કરશે એવી મારી અટલ શ્રદ્ધા છે આમ છતાં મારું કંઈ અનિષ્ટ થશે તે એક સહાય કરવા જતાં થનારું અનિષ્ટ મારા જીવનનો સંતેષ બની જશે.” શિષ્ય મુનિએ નળના ઉત્તમ વિચારો પર પ્રસન્નતા પ્રગટ કરી. અને “અશ્વકલા' નામને મંત્ર આપ્યો. મંત્ર પ્રાપ્ત કર્યા પછી નળે મુનિને નમન કરીને કહ્યું, “આપ નિશ્ચિંત રહેજે. હું સંધ્યા પહેલાં બે ઘટિકાએ પાછો આવી પહોંચીશ. આમ કહીને તે ધ્યાનસ્થ મુનિવરને વંદન કરી પિતાના અશ્વ પાસે ગયે. અશ્વ એટલામાં જ ચરતા હતા. અશ્વની પીઠ થાબડી નળે તેની પીઠ પર કાઠું વગેરે ગોઠવી દીધું. અને મુનિશ્રીએ આપેલે. મંત્ર અશ્વના કાનમાં ત્રણ વાર કહીને તરત તે સવાર થઈ ગયો. શિષ્યમુનિ અને કનકાવલી સ્થિર નજરે નળ તરફ જોઈ રહ્યાં હતાં. નળ અશ્વ સહિત ડી જ પળામાં આકાશમાર્ગે અદ્રશ્ય થઈ ગયો. મંત્રશક્તિ મહાન છે. મંત્ર વિજ્ઞાન એક શ્રેષ્ઠ વિજ્ઞાન છે. એ વાત પ્રત્યે યુવરાજ નળને દ્રઢ વિશ્વાસ હતો પરંતુ એ શક્તિનો તાદ્રશ્ય પરિચય થવાથી તેનું હૃદય અતિપ્રસન્ન બની ગયું. અશ્વની ગતિ કલ્પી ન શકાય એવી વેગવંતી હતી..જાણે થોડી