________________ નળનું સાહસ માગ શોધી શકશે નહિ. ઘણી વાર દિશા બમ થાય છે ત્યારે પોતે કઈ તરફ જઈ રહેલ છે તેની કલ્પના આવી શકતી નથી. સુધાને સંતાપ તો સહી શકાય. પરંતુ તૃષાને સંતાપ સહ ભારે કઠણ થઈ પડે છે. સુધા અને તૃષાની પીડા માત્ર યુવરાજ નળને નહતી... પરંતુ અબેલ પશુ અશ્વને પણ હતી. અશ્વ જાતવાન હતો એટલે પિતાના સ્વામીના ઈશારે ચાલી રહ્યો હતે. યુવરાજ નળને આ અટવીની ખબર હતી...અને તેણે ઘણી વાર એ પણ સાંભળ્યું હતું કે આ મહા અટવીમાં એક અતિ નિર્મળ, સુંદર અને મનોહર એવું પ્રાકૃત્રિમ સરોવર છે...સરોવરના કિનારે ઉત્તમ ફળ આપનાર વૃક્ષો પણ છે. જે આ સરોવર મળી જાય તો વિશ્રામ લઈ શકાય અને ત્યાર પછી નિરાંતે નિવધા તરફ જઈ શકાય. નવજવાન યુવરાજ નળને બીજે તે કોઈ ભય નહોતો. તેની કમરે તલવાર ખૂલી રહી હતી અને તેને પિનાના બાહુબળ પર પૂરો વિશ્વાસ હતો...પરંતુ ક્ષુધાના નિવારણ કરતાં તૃષાના નિવારણને પ્રશ્ન ભારે વિષમ બની ગયો હતો. ગ્રીષ્મ ઋતુ હેવા છતાં. વનપ્રદેશ ઘણે ગાઢ હતો.માર્ગમાં બેત્રણ ગંદાં જળાશ મળેલા .. પરંતુ સરોવરની આશાએ તેણે પિતાના નિશ્ચયનું પરિવર્તન કર્યું અને છેક મધ્યાહે તે સરોવરને જોઈ શકે. શિષ્ય મુનિએ અશ્વારોહીને જોઈને પ્રસન્નતા અનુભવી હતી તે અશ્વારોહી અન્ય કોઈ નહિ પણ નિષધ દેશને યુવરાજ નળ હતે. નળ સરોવરને જોઈને હર્ષમાં આવી ગયો હતો.. અશ્વ પણ રંગમાં આવી ગયા હતા..નળની નજર કિનારે ઊભેલા મુનિ પર નહોતી ગઈ...તે સીધે અશ્વ સહિત કિનારા પાસે આવી પહોંચ્યો. અશ્વ પરથી નીચે ઊતરીને સરોવર કિનારાના વૃક્ષ નીચે અશ્વ પરનો સામાન ઉતાર્યો. સહુથી પ્રથમ તેણે અને જળપાન, કરાવ્યું. ત્યાર પછી અશ્વને કિનારા પરનું ઘાસ ચરવા છૂટો મૂકt