________________ પ્રકરણ 6 ઠું: : નળનું સાહસ ગગા સમી પવિત્ર નદીના જળ વડે જેની ધરતી મંગલમય અને રોગરહિત બની છે તે આર્યાવતમાં આવેલા નિષધ દેશના મહારાજા વીરસેન સમગ્ર રાષ્ટ્રમાં મહાપ્રતાપી, પ્રજાવત્સલ અને ઉદારતાની મૂતિ સમા પ્રસિદ્ધ થયા હતા. તેઓની નિષધા નગરી વિરાટ હોવા છતાં સુખ, સમૃદ્ધિ અને સંતોષની છબી સમાન હતી. જનતાને કઈ પાંતીનું કષ્ટ નહતું.... કેઈ પ્રકારની ફરિયાદ નહતી. જે રાજા પિતાને પ્રજાને મદદ માનતો. હોય તે રાજાના રાજ્યમાં જનતાને કોઈ વાતનું દુઃખ હેતું નથી. મહારાજા વીરસિંહને ઘણું રાણીઓ હતી..એમ રૂપવંતી નામની ગુણવાન અને ઉદાર હૃદયા રાણી મહિષી હતી. તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો. પુત્ર સૂર્ય સમાન તેજસ્વી અને ઈન્દ્ર સમાન રૂપવાન હતો. રાજપુત્રના અંગ પરના ચિને, લક્ષણો, અને જન્મરાહ જોઈને જ્યોતિષીઓએ નક્કી કર્યું હતું કે, “આ ત્રણે લેકમાં મહાન પ્રતાપી બનશે. ધમ ખાતર અર્પણ કરાયેલું ધન આ યુવરાજ હરી નહિ લે... પરંતુ ઉદાર હૃદયે આપ્યા જ કરશે.” જોતિષી આચાર્યોના આવા અભિપ્રાય પછી રાજ પરિવારે યુવરાજનું નામ નળ રાખ્યું. ત્યાર પછી થોડા વરસે એક અન્ય રાણીએ પુત્રને જન્મ આ છે. તેનું નામ કુબેર પાડયું. વરસોને વિદાય લેતાં વાર લાગતી નથી. યુવરાજ નળ નવજવાન બની ગયો. કાતિ કેય સમાન પરાક્રમી નળકુમારે છ અંગો,