________________ 48 ' નિષધપતિ શિખ્યમુનિએ વૃક્ષના ઓથે બેઠેલી રાજકન્યા સામે જોયું. મુનિના હદયમાં ભારે કરુણ ઊભી થઈ. જે કોઈ સુગ્ય માનવી નહિ મળે તો આ કન્યાનું શું થશે? મેં તે નિશ્ચય કર્યો છે કે જે દેવગુરુને મંત્રબંધનમાંથી મુકિત ન મળે તે આ જ સ્થળે અનશન કરવું અને આ બિચારી રાજકન્યા યાં જશે? સંભવ છે કે એ પણ આ સ્થળે જ મૃત્યુને ભેટવા તૈયાર થાય! એહ, કમરાજની લીલા કેવી વિચિત્ર છે ! ખરેખર, કમની રમતને ન સમજનારાઓ જ પરેશાન થતા હોય છે. સૂર્યનારાયણ ભધ્યાકાશમાં બિરાજતા હતા. હવે માત્ર બે પ્રહર સુધી જ દિવસ રહેશે, ત્યાર પછી સંધ્યા ને રાત્રિ. અને... શિષ્યમુનિ આગળ વિચારે તે પહેલાં જ અટવી તરફ કંઈ અવાજ થત હેય એમ તેમને થયું. તેઓ તરત ઊભા થયા અને અટવી તરફ જેવા માંડયા. કંઈ દેખાતું નહોતું. પરંતુ કોઈ અશ્વને પદરવ હેય એવું અનુમાન થઈ શકતું હતું. ગ્રીષ્મના ઉત્તાપથી બચવા પંખીઓ વૃક્ષની ડાળીઓમાં કલરવ કરતાં વિશ્રાંતિ લઈ રહ્યાં હતાં. કેટલાંક નાનાં નાનાં પશુઓ ને પંખીઓ તૃપા છિપાવવા સરોવરના કિનારે પણ આવી ચડ્યાં. સ્થિર નજરે જોઈ રહેલા શિષ્ય મુનિના વદન પર એકાએક પ્રસન્નતા નાચી ઊઠી. એક અશ્વારોહી દેખાયો. અરે, આ શું? આ પણ કમરાજાની કઈ લીલા હશે ? અશ્વારોહી સરોવર તરફ જ આવી રહ્યો હતો.