________________ આકાશી સંગ્રામ ! તેઓ સમજતા હતા કે આવા મહાન ગુરુ પુણય હેય તે જ સાંપડે છે... અને આવા ગુરુના પ્રતાપે જ મુકિતને માગ સહેજ બને છે. તેઓ ગુરુદેવ સામે ચિંતાભરી નજરે જોતા બેસી રહ્યા. એક તે આ ભારે અટવી વચ્ચેનું સરેવર હતું, વળી, આટલામાં કોઈ નગરી, ગ્રામ કંઈ હતું નહિ, કોઈ માનવી પણ દેખાતે નહતો. વળી વીંછી, સર્પ, હિંસક પ્રાણુઓ કે એવા પશુઓને પૂરતો સંભવ હતું. સંધ્યા પહેલાં જે પ્રતિકારને ઉપાય ન થઈ શકે તે ગુરુદેવ એક જ રાત્રિમાં જડત્વ ધારણ કરે. અર્થાત એમને પ્રાણ કાયારૂપી ગઢમાંથી ચાલ્યો જાય, હવે શું કરવું ? શિષ્યમુનિ વારંવાર ઊભા થતા અને ચારે તરફ નજર કરી લેતા. પરંતુ ફરતી અટવી સિવાય કશું નહેતું દેખાતું. એક માત્ર આ પ્રાકૃતિક સરોવર શોભાયમાન લાગતું હતું. ગઈ રાત્રે તેમણે ગુરુદેવ સાથે આ સ્થળે વિશ્રામ લીધો હતો. પરંતુ કોઈ દુર્ઘટના નહોતી. હિંસક જાનવરોના અવાજો સંભળાતા હતા. કેટલાક ભયંકર સર્ષે પણ આસપાસ દેખાયા હતા. એક તે મણિધર સર્ષ નીકળ્યા હતો અને તેના મણિને પ્રકાશ ચાંદની રાતનું ભાન કરાવી ગયો હતો. અટવી ભયંકર હોવા છતાં રાત્રિ નિવિદતે પૂરી થઈ હતી. ધર્મક્રિયા કરીને પ્રવાસ શરૂ કરવાનું હતું. ત્યાં વિમાન દેખાયું. બે વિદ્યાધરોને સંગ્રામ થયો. આવા વિચારો કરી રહેલ શિષ્ય મુનિએ ફરી એક વાર ઊભા થઈને ચારે તરફ નજર કરી. કોઈ મનુષ્ય દેખાતું નહોતું. કયાંથી દેખાય? આ તે એક વિરાટ અટવી હતી. અટવીમાં કઈ રાજમાર્ગ હતે નહિ કે જેથી વટેમાર્ગુઓ અથવા સાર્થવાહનેની વણઝારો આવજા કરે ! આ માર્ગેથી પ્રવાસ કરવાનું એટલા માટે વિચાર્યું હતું કે મહાતીર્થ સમેતશિખરજીને પંથ ટૂંકે થઈ જાય અને ચારેક દિવસ પહેલા ત્યાં પહોંચી શકાય.