________________ આકાશી સંગ્રામ ! આવતાં સ્વર રૂંધાઈ ગયો. શ્રીધર મુનિ સ્થિર બની ગયા હતા. તેમની વાણું સ્થંભત બની ગઈ હતી. તેમના શિષ્ય કહ્યું : “ભાગ્યવંતી, તું જરાયે ખેદ કરીશ નહિ. મુનિઓ માટે તો વિપત્તિ એ આશીર્વાદરૂપ હોય છે. " કર્મનિજાનું કારણ બને છે.” રાજકુમારીએ મહામુનિના શિષ્ય સામે જોઈને કહ્યું: “મહાત્મન, શું ગુરુદેવને વિદ્યાના આ બંધનમાંથી મુક્ત કરવાને કેઈ ઉપાય. નથી ?" * “છે. પરંતુ આ નિજન પ્રદેશમાં શું થઈ શકે? કઈ બત્રીસ લક્ષણો પુરુષ ક્યાંથી આવી ચડે?” મહામુનિના શિષ્ય નિરાશ ભાવે કહ્યું. મારાથી કશું ન થઈ શકે?” રાજકન્યાએ બીજો પ્રશ્ન કર્યો, “ના, ભ...પણ ઉપસર્ગને મારા મહાન ગુરુદેવ કર્મ નિર્જરામાં પલટાવી દેશે.. એમના સામે નજર કર.. તેઓ નેત્રો બંધ કરીને ધ્યાનમગ્ન બની ગયા છે...” કનકાવલી મુનિપુંગવ સામે સ્થિર નજરે નિહાળી રહી. તેના મનમાં થયું, અરે હું કેવી પાપિની છું...મારા ખાતર એક મહાન ત્યાગી મહાત્માને મંત્ર બંધનમાં ઝકડાવું પડયું...હું સરોવરના તળિયે જ ખેંચી ગઈ હતી તે કેવું સારું થાત...અથવા કોઈ જળચર પ્રાણીએ મારા ગ્રાસ કર્યો હતો તે પણ મારા નિમિત્ત આ સંતપુરુષ પર વિપત્તિ ન આવત...હવે શું કરવું ? - શિષ્ય મુનિનું હૃદય પણ ગુરુદેવ પર આવી પડેલી આ વિપત્તિના કારણે વિચલિત બની ગયું હતું. આમ છતાં તેઓ શાંત ભાવે સ્થિર બની ગયેલા મહામુનિ સામે બેસી ગયા. તેમના મનમાં થયું.. આ નિજન પ્રદેશમાં કેઈ માનવી આવે તે પણ શું થાય ? બત્રીસ લક્ષણવાળો માનવી ક્યાંથી આવે ?