________________ નિષધપતી તકનો સદુપયોગ કરીને તારા દેષને ગુણમાં પલટાવી લે.જેમાં પિતાનો સ્વાર્થ ભર્યો હોય તે સુખ કેવળ મનની એક નાશવંત કલ્પના જ હોય છે. આવા ક્ષણિક સુખ ખાતર વિદ્યાવંત પુરુષો પિતાની વિદ્યાને કદી ઉપયોગ કરતા નથી. હે ભદ્રજન, રાજાએ આપેલાં રક્ષણ કદાચ તૂટી શકે..પણ મુનિએ આપેલાં રક્ષણ કદી નિષ્ફળ જતાં નથી. તું કનકાવતીને ભગિની માનીને ચાલ્યો જા..તારા કલ્યાણને માર્ગ પ્રશસ્ત બનાવ.' દુષ્ટ માનવીને સુમાર્ગનાં દર્શન થતાં નથી.રુદ્રાંગ ભારે ક્રોધિત બની ગયો હતો. એક તે યુદ્ધમાં તે ઘવાયો હતે. અને જેના ખાતર ઘેર સંગ્રામ ખેલ્યો હતો તે સુંદરી છટકીને મંત્રાશ્રયમાં સુરક્ષિત બની ગઈ હતી. તે લાલ નેત્રે મુનિ સામે જોઈને બેઃ “હવે હું સમજી ગયો.આ મદભરી નવયોવનાએ તારા ચિત્તને પણ વાવ્યું લાગે છે...પણ હું રુદ્રાંગ, કાળ કરતાં યે ભયંકર છું. મારું બગાડનારને હું કદી સુધરવા દેતો નથી.' પ્રમાણે કહીને તેણે વિદ્યા વડે એ જ પળે મહામુનિ શ્રાધરને સ્થ ભિત કરી દીધા. ત્યાર પછી તે વિકરાળ હાસ્ય કરતાં બેલ્યો : “સૂર્યાસ્ત સુધીમાં જે તું મારી સ્થંભન વિદ્યાથી મુક્ત નહિ થઈ શકે તે સૂર્યનાં અંતિમ કિરણે વિદાય લેશે તે વખતે તું સદા માટે જડ બની જઈશ.” આટલું કહીને રુદ્રાંગ આકાશ માર્ગે પિતાના વિમાન તરફ ચાલ્યો ગયો... શ્રીધર મુનિના શિષ્ય અવાફ બનીને આ બધું જોતા ઊભા હતા. શું કરવું તે તેમને સૂઝતું જ નહતું. રુદ્રાંગે પિતાના નિવાસ તરફ વિમાનને વાયુવેગે વહેતું કર્યું. કનકાવલીનાં નયને સજળ બની ગયાં હતાં તે બે હાથ જોડીને ઓલી : મહાત્મન, મારા ખાતર આપના પર ભયંકર વિપત્તિ આવી પડી. આના કરતાં...” તે વાકય પૂરું કરી શકી નહિ.