________________ નિષધપતી અને સરોવરમાં સિકતવસને બહાર નીકળી અને બંને મુનિવરો સામે વિનયાવનત ભાવે બે હાથ જોડીને બોલી: “મહાત્મન, મારું રક્ષણ કરો. હું જલંધર દેશના રાજા ચંદ્રબાહુની કન્યા કનકાવલી છું. આજે પાછલી રાતે ઉપર યુદ્ધ ખેલી રહેલા વિદ્યાધરોમાંને એક મને ઊંઘતી ઉઠાવીને પોતાના વિમાનમાં મૂકી આ તરફ લાવ્યો છે. અને પાછળથી બીજે કઈ વિદ્યાધર એની પાસેથી મને લઈ જવા માટે વિમાનમાં આવી પહોંચે છે. મારા નિમિત્તો બંને ઘર સંગ્રામ ખેલી રહ્યા છે. બંને દુષ્ટો છે. જે કઈ છતશે તે મને પુનઃ ઉઠાવી જશે એટલે આપ કૃપાળુનું હું રક્ષણ માગું છું.' ચૌદપૂર્વધારી મુનિશ્રી શ્રધર મુનિએ શાંત સ્વરે કહ્યું, “ભદ્ર જેના હૈયામાં ધર્મ પ્રત્યે ભાવ હોય છે. તેનું રક્ષણ ધર્મ પોતે જ કરે છે. તું નિશ્ચિંત થા. આ વૃક્ષના ઓથે ઊભી રહે.” સિકતવસના સુંદરી કનકાવલી વૃક્ષના થડ પાસે ઊભી રહી ગઈ, શ્રીધર મુનિવરે ઊભા થઈ જાંગુલી નામની વિદ્યા વડે રાજકન્યાને રક્ષિત કરીને કહ્યું, “ભદ્ર, ભય રાખીશ નહિ. બેમાંથી કોઈ વિદ્યાધર તને અડકી શકશે નહિ. વિદ્યાનો પ્રભાવ તારું રક્ષણ કરશે.' મકાવલીના હૈયામાં આ શબ્દોથી ઘણું જ બળ મળ્યું. તેણે ફરીવાર ભાવપૂર્વક નમન કર્યું. ઉપર યુદ્ધ કરી રહેલા બંને વિદ્યાધરો વિવિધ વિદ્યાના પ્રયોગ વડે સ ગ્રામને ચગાવી રહ્યા હતા. દિવસને પ્રથમ પ્રહર સમાપ્ત થાય તે પહેલાં જ તિમોહન હારી ગયું અને પોતાના વિમાનમાં બેસી ગયો. રુદ્રાંગે વાતાવરણને ખળભળાવી મૂકે એવું વિજયસુચક અદહાસ્ય કરીને કહ્યું, “જા.. તને જીવતો છોડું છું. ભવિષ્યમાં કે ઈ દિવસ મારા જેવા મહાબલિ સામે પડકાર કરતો નહિ.' રુદ્રાંગે રતિમોહનના વિમાનને છૂટું કર્યું. રતિ મેહને પણ રુદ્રાંગના વિમાનને સ્થંભન મંત્રથી મુક્ત કર્યું.