________________ | નિષધપતિ રાજકન્યાનાં ભીનાં વસ્ત્રો શુષ્ક થઈ ગયાં હતાં. તે પણ ત્યાં ને ત્યાં બેસી ગઈ હતી. તેના મનમાં પણ બત્રીસ લક્ષણે પુરુષ કયાંથી પ્રાપ્ત થાય એ પ્રશ્ન ભારે હલચલ મચાવી રહ્યો હતે. થોડી વાર પછી કનકાવલીએ કહ્યું: “મહાત્મન, આટલમાં કઈ ગ્રામ, નગર કે પહેલી હોય તો આપ મને બતાવો. ત્યાં જાઉં અને લેખકોને અહીં બોલાવી લાવું.” શિષ્ય મુનિએ કહ્યું, “ભદ્દે આ સરોવરની આસપાસ ભયંકર વનપ્રદેશ આવેલો છે...નગરી ઘણી દૂર છે. તું એકલી જાય તે બરાબર નથી.. કારણ કે વન પ્રદેશની વિપત્તિઓ સામી આવે. હું પણ ગુરુદેવને છોડીને જઉં તે બરાબર નથી. હવે તો ભવિષ્ય પર આધાર રાખીને અહીં બેસી રહેવું એ જ એક ઉપાય છે. શાસદેવની કૃપાથી વિપત્તિ દૂર થવાની હશે તે અવશ્ય થશે.” શું આપ આ મંત્ર બંધનનું નિવારણ કરી શકે એમ નથી? “નહિ ભદ્ર, ગુરુદેવ પિતે કરી શકવાને સમર્થ છે. પરંતુ સત્ત્વવંત પુરુષો પિતાના પ્રાણને મેહ રાખતા નથી. પ્રાણુના સ્વાર્થ ખાતર તેઓ કદી પ્રયત્ન કરતા નથી.” તે પછી સંધ્યા વીતી જશે ત્યારે ?' કર્મરાજાની ઈચછા હશે તેમ થશે. વિદ્યાધરે મિલન વિદ્યા નામની સિદ્ધ વિદ્યાનો ઉપયોગ કર્યો છે. એના નિવારણને કોઈ વિદ્યા પ્રાગ જાણતા નથી. જે જાણું છું તે મારાથી કે તારાથી થ શકય નથી.” શિધ્યમુનિએ કહ્યું. રાજકન્યા કનકાવલી ભારે મનોવ્યથા અનુભવતી બેસી રહી અને મનમાં નવકાર મંત્રનું સ્મરણ કરવા માંડી. તેને શ્રદ્ધા હતી કે જે મહામંત્ર ભવબંધનની જાળમાંથી શાશ્વત સુખ અર્પણ કરવાની શકિત ધરાવે છે, તે મહામંત્ર સામાન્ય વિપત્તિઓને તે અવશ્ય નષ્ટ કરે જ છે. શિષ્યમુનિ પોતાના ગુરુદેવ પ્રત્યે ખૂબ જ ભક્તિ રાખતા હતા.