________________ આકાશી સંગ્રામ ! હારેલે રતિમોહન લોહીલુહાણ હાલત સાથે પિતાના પ્રદેશ તરફ વિદાય થશે. | વિજયના ગર્વથી મલકાતે રુદ્રાંગ પિતાના વિમાનમાં આવ્યો. અને કનકાવલીને ન જોતાં આશ્ચર્યચકિત બની ગયે. યુદ્ધના કારણે રુદ્રાંગની કાયા પણ લેહીલુહાણુ બની ગઈ હતી અને તેથી તે વધારે બિહામણું લાગતું હતું. તેણે નીચે નજર કરી વિદ્યા વડે જોયું. અને વળતી જ પળે. તે હવામાં તરતો તરતો બંને મુનિઓ પાસે આવી પહોંચ્યો. પરંતુ પુણ્ય વગરને માનવી ભંડારમાં પડેલી લક્ષ્મીને સ્પર્શ કરી શકત. નથી, તે રીતે રુદ્રાંગ કનકાવલીને સ્પર્શ કરી શકો નહિ...એની પાસે જતાં જ તેના દેહ પર લાખલાખ વીંછીના ડંખ જેવી પીડા થવા માંડી. વિદ્યા વડે જોતાં જ તે બધું સમજી ગયો અને શ્રીધરમુનિ સામે આવીને બોલ્યો, “અલ્યા મુંડ! તારી વિદ્યાનું રક્ષણ પાછું ખેચી લે. તારા જેવા મુનિએ સંસારીઓના માર્ગ વચ્ચે ન આવવું જોઈએ.” - મહાજ્ઞાની મુનિવર આછું હસ્યા અને શાંત ભાવે બોલ્યા: “ભાઈ, સંસારીઓના માર્ગ માટે મુનિઓ કદી બાધક ન બને. પણ એના. કુમાર્ગ વચ્ચે તે જરૂર આવે. તું એક વિદ્યાધર છે. તારી પાસે વિવિધ વિદ્યારૂપી સંપત્તિ શકિત છે એને દુરુપયોગ કરીને તારું કલ્યાણ થશે, એમ માને છે? એક નિર્દોષ કુમારિકાનું અપહરણ કરીને તેં કેવળ તારી જાતને નથી શરમાવી પણ તારી વિદ્યાને ય. શરમાવી છે. આર્ય કન્યાઓ કે સ્ત્રીઓને તે વિદ્યાવંતે તરફથી રક્ષણ મળવું જોઈએ.’ તપ અને સાધનાથી મળેલી વિદ્યાને ઉપગ હું મારા સુખ ખાતર કરી શકું છું..તું સત્વર મારી પ્રિયતમાને માત્ર રક્ષણથી, મુકત કર. નહિ તો મારે તને પણ ચમત્કાર બતાવવો પડશે !' વિદ્યાધર, જીવનના સંશોધનની તમે આ તક મળી છે. એ