________________ આકાશી સંગ્રામ? છટકી જતો. જેના ખાતર બંને દુષ્ટો સંગ્રામ ખેલી રહ્યા હતા તે કનકાવલી સરોવરમાં કુદી પડી હતી એ વાતને ખ્યાલ બંનેમાંથી કોઈને નહેતે રહ્યો. કનકાવલી સરોવરમાં ખાબકી. તેને બાલ્યકાળની જ તરતાં આવડતું હતું એટલે ઊંડા જળમાંથી થોડી જ વારે તે ઉપર આવી ગઈ..સરોવરના કિનારે અતિ દૂર નહતો. જ્યાં બે મુનિવરે એઠા હતા તે સ્થળ તરફ રાજકન્યા કનકાવલી તરતી તરતી જવા માંડી. વિમાનમાંથી ખાબકેલી રાજકન્યા તરફ બંને મુનિવરનું ધ્યાન ગયું હતું અને તેઓ તરતી તરતી આવી રહેલી રાજકન્યા તરફ જોઈ રહ્યા હતા. આકાશમાં અદ્ધર સ્થિર થયેલાં બંને વિમાનો પાસે બંને દુષ્ટ -જીવસટોસટને સંગ્રામ ખેલી રહ્યા હતા. બંનેમાંથી કોઈનું પલ્લું જય કે પરાજય તરફ હજી સુધી ઢળ્યું નહોતું. - હવે તે સૂર્યનો પ્રકાશ પણ સારી રીતે વિસ્તરી ચૂક હતો. ચૌદ પૂર્વનું જ્ઞાસ ધરાવનારા શ્રેષ્ઠ અને સમર્થ મુનવર મહાત્મા શ્રીધર પોતાના શિષ્ય સાથે તીર્થયાત્રા નિમિત્તે શ્રી સમેતશિખરજી તરફ જઈ રહ્યા હતા અને રાત્રિકાળ વ્યતીત કરવા નિમિત્તે તેઓ આ સરોવરના કિનારે એક વૃક્ષના ઓથે રહ્યા હતા. સવારે પ્રાતકાર્ય અને ધર્મકરણીથી નિવૃત્ત થઈને બંને મહાત્માઓ વિદાય થવાના હતા. ત્યાં જ ઉપર આવી ચડેલાં બંને વિમાને એમને દેખાયાં. બંને મુનિવરો વિશેષ જ્ઞાની હોવાથી તેમની દ્રષ્ટિએ આ વિમાનો અદ્રશ્ય રહી શક્યાં નહેતાં. વિમાનમાં કાણું હશે ? એ પ્રશ્ન મનમાં જાગે તે પહેલાં જ બંને વિધાધર વચ્ચે સંગ્રામ છેડા. અને બંને મુનિવરે એમ ને એમ બેસી રહ્યા. સરોવરમાં તરી રહેલી રાજકુમારી કનકાવલી કિનારે આવી ગઈ