________________ કનકાવતી મૂકી જા.” કનકાવલીએ જુસ્સાભર્યા સ્વરે કહ્યું. રુદ્રાંગે એક ભયંકર અટ્ટહાસ્ય કર્યું. કનકાવલી કંપી ઊઠી..અને રુદ્રાંગ કંઈ ઉત્તર આપે તે પહેલાં જ તેના કાન પર એક અવાજ આવ્યેઃ “રુદ્રાંગ, મારી ચીજ તું મૂકી દે. નહિ તો હું તારો નાશ કરીશ.” આ અવાજથી રુદ્રાંગ ચમક્યો. તેણે બહાર નજર કરી તે રતિમોહનનું વિમાન સાવ નજીક આવી પહોંચ્યું હતું. સૂર્યોદય થઈ ગયો હતો. રતિમોહનથી ખ્યા રુદ્રાંગે પિતાના વિમાનની ગતિ વધારી મૂકી. એ જ વખતે રતિમોહને સ્થંભન મંત્રનો પ્રયોગ કરીને રુદ્રાંગના વિમાનને થંભાવી દીધું. કનકાવલીએ નીચે જોયું....એક સુંદર સરોવર દેખાતું હતું. આ કયો પ્રદેશ હશે ? રુદ્રાંગે પણ સ્થંભન મંત્ર વડે રતિમોહનના વિમાનને થંભાવીક દીધું. પ્રકરણ 5 મું: : આકાશી સંગ્રામ? અને રતિદેહને એકબીજાના વિમાને મંત્રબળે સ્થિર કરી નાખ્યાં. રતિ મેહને તરત પિતાનું ખડગ બહાર કાઢીને કહ્યું, “રુદ્રાંગ, તું પાપી, નરાધમ અને સંતાન છે. તે આજ સુધી ઘણી નવયૌવનાઓને પાયમાલ કરી નાખી છે, પરંતુ બાજ તે મારી પ્રિયતમા પર હાથ નાખીને તારા મતને જ નિમંત્રણ આપ્યું છે...!' રતિમોહન, તારું કલ્યાણું ઈચ્છતો હે તે બકવાદ બંધ