________________ 37 કનકાવેલી એક પળને યે વિલંબ કર્યા વગર તેણે પિતાના વિમાનને રુદ્રાંગના વિમાન પાછળ વહેતું કર્યું. રુદ્રાંગ ખૂબ જ ખુશમિજાજ માં હતા. તેને એ કલ્પના નહોતી કે નિમેહન પણ કનકાવલી પર મુગ્ધ બન્યો છે અને તે તેના અપહરણ માટે પાછળ પડે છે. રુદ્રાંગે પ્રથમ તે સીધા પોતાના મથકે જવાનો જ વિચાર કર્યો હતું. પરંતુ વિમાનમાં કનકાવલીને મૂક્યા પછી તેના મનમાં થયું કે, એટલે દૂર જતાં રાત પડી જશે. અને આવું સુકુમાર યોવન બાજુમાં પડ્યું હોય ને હૈયે રાખવું પડે એ મૂર્ખાઈ જ કહેવાય... આમ વિચારીને તેણે વિંધ્ય પર્વતની એક ગુફામાં જવાનું વિચાર્યું, અને તેણે વિમાનને એ તરફ વાળ્યું... વળતી જ પળે મનમાં બીજે વિચાર આવ્યો. વિંધ્યની ગુફામાં પહોંચતા પહેલાં જે રાજ કન્યાનું મન જીતી શકાય તે બળા-કારને આશ્રય ન લે. આવો વિચાર આવતાં જ તેણે નિદ્રાકરી વિદ્યા પાછી વાળી લીધી .. પૂર્વ ગગનમાં ઉપનું હાસ્ય ઝળહળી રહ્યું હતું. નિદ્રાકરી વિદ્યાને પ્રભાવ દૂર થતાં અને અતિ શીતળ સમીર લહરીને સ્પર્શ થતાં રાજકન્યા કનકાવલીએ નેત્રો ખેલ્યાં. નેત્રો ખૂલતાં જ તે સફાળી બેઠી થઈ ગઈ..ક્યાં પોતાનું રાજભવન . ક્યાં પિતાની શયા , જ્યાં આ ગગનવિહાર... શું કોઈ સ્વપ્ન તો નથી ને? કનકાવલી આંખો ચેળીને આશ્ચર્યચકિત નજરે જોવા માંડી...સામેના જ આસન પર એક આધેડ પુરુષ બેઠે હતો...પુરુષ કદાવર હતો.. તેની મૂળ ભરાવદાર હતી. તેના મસ્તક પર મુગટ હતે...તેના કંઠમાં મણિની માળા ઝૂલતી હતી...તેના હાથમાં ચળકતાં રત્નોની મુદ્રિકાઓ હતી. તેણે લાલ રંગનું પીતાંબર પહેર્યું હતું અને લીલા રંગનું કૌશેષ ઉત્તરીય ધારણ કર્યું હતું...તેનો ચહેરે કંઈક વિકરાળ જણાતે હતો. રાજકન્યા બે પળ તેની સામે જોઈને પુનઃ આંબે