________________ કનકાવલી તે ભલે આવતી કાલે જ મંત્રી સાથે ચર્ચા કરીને પુરોહિતને મોકલું.” રાજા ચંદ્રબાહુએ કહ્યું. - “ભૂલી જતા.' “તારે સ્વામીના શબ્દો પર વિશ્વાસ નથી ?" તીરછી નજરે જોઈને ચંદ્રબાહુએ કહ્યું. રાણીએ કહ્યું : “સ્વામીના શબ્દો પર મને મારી જાત કરતાં યે વધારે વિશ્વાસ છે. પરંતુ રાજાના શબ્દો પર વિશ્વાસ નથી વસતે.” ઓહ! પણ તારી પાસે હું કદી રાજા નથી રહ્યો...' રાણીએ મધુર હાસ્ય સહિત કહ્યું: “એટલાં મારાં સત છે... પરંતુ મારાથી દૂર જતાં જ આપ...” રાજા બની જાઉં છું, કેમ ? " કહી ચંદ્રબાહુએ પ્રિયાને પિતા તરફ ખેંચી. છઠ્ઠા દિવસે સવારે રાજ પુરોહિત એક સેવક સાથે નિપધા નગરી તરફ જવા વિદાય થયો. પ્રવાસમાં કોઈ પ્રકારની વિપત્તિ ન આવે એટલા ખાતર રાજાએ ઉત્તમ અવાળો રથ આપો હતે. અને રાજપુરોહિતની ગણતરી હતી કે, પિતે દસમે દિવસે નિષધા નગરીના પાદરમાં પહોંચી જશે. પરંતુ માનવીની આશા-કલ્પનાઓ કયારે વેરવિખેર થઈ જાય છે તે કેઈથી જાણી શકાતું નથી. સવારે પુરોહિત નિષધા તરફ વિદાય થયો અને તે જ દિવસે રાત્રિના ચતુર્થ પ્રહરે પેલા બે દુષ્ટ વિદ્યારે મને એક પિતાને વિમાન સાથે રાજા ચંદ્રબાહુના રાજભવન પર આવી પહોંચે. વિમાન આકાશમાં જ રાખીને તે સીધો રાજભવનની અગાશી પર ઊતર્યો. દેષ કરનાર માનવી ગમે તેટલે નીડર, સબળ અને માંત્રિક શક્તિવાળે હેય છતાં, તેના હૈયામાં કાંઈ અગોચર ભયને થાકાર