________________ કનકાવલી 3 ગયો. આટલી બધી વાર કેમ થઈ?” મા, ડૂબકી ડોળની રમતમાં સમયને ખ્યાલ જ ન રહ્યો.” લાડભર્યા સ્વરે કનકાવલીએ કહ્યું. “બેટી, જરા ખ્યાલ તે રાખો જ જોઈએ...તારા લીધે હું પણ હજી સુધી ભોજન લઈ શકી નથી.” માતાએ કહ્યું. “મા, મને ક્ષમા કરે... સહુથી પ્રથમ ભજનગૃહમાં જ ચાલે.” નાહ્યા પછી ક્ષુધા ખૂબ લાગી હશે, કેમ, કહી આછા હાસ્ય સાથે મહાદેવી કન્યા અને તેની સખીઓ સાથે ભોજનગૃહમાં ગયાં. એ જ રીતે મહારાજ ચંદ્રબાહુ શયનગૃહમાં આવ્યા ત્યારે મહારાણી પિતાની બે સખીઓ સાથે વાત કરતાં બેઠાં હતાં. બંને સખીઓ મહાજને નમન કરીને ખંડ બહાર નીકળી ગઈ. મહારાજા ચંદ્રબાહુએ મુગટ, હાર, વગેરે કાઢીને એક થાળીમાં મૂકતાં કહ્યું : “કેમ પ્રિય, તારો સંદેશે...” વચ્ચે જ મહારાણીએ કહ્યું, “મેં સંદેશ ન મેક હેત તે કદાચ આપ મધ્યરાત્રિએ જ આવત.” હા.. આજ પંડિતજી સાથે રસભરી ચર્ચા થઈ રહી હતી... તારે સંદેશ ન મળ્યો હતો તે અવશ્ય મધરાત થઈ જાત.” કહેતાં રાજા ચંદ્રબાહુ એક આસન પર બેસી ગયે. મહારાજ, આપ એક નવયૌવના કન્યાના પિતા છે એ કેમ ભૂલી જાઓ છો ?' “દેવી, એ કંઈ ભુલાય એવી વાત છે ?" તે પછી આપે હવે કઈ સુયોગ્ય રાજપુત્રની તપાસ કરવી જોઈએ. આજ કનક જળક્રીડા કરીને આવી રહી હતી, ત્યારે એને જોતાં જ મને થયું હતું કે કન્યા હવે નાની નથી...પ્રથમ યૌવનમાં, જ લગ્ન થઈ જાય તે શ્રેષ્ઠ ગણાય છે.” ચંદ્રબાહુ વિચારમગ્ન નયને પત્ની સામે જોઈ રહ્યો. ત્યાર પછી