________________ નિષધપતિ એઃ “દેવી, આ પ્રશ્ન નાનોસુનો નથી. રૂપગુણની દ્રષ્ટિએ આપણી કનક અપૂર્વ છે. પરંતુ મુશ્કેલી એ છે કે આપણી આસપાસના કોઈ રાજ્યમાં કનકને એગ્ય પાત્ર મળી શકવું દુર્લભ છે.” “આપે એક દિવસે નિષધ દેશના મહારાજા વીરસિંહના પુત્ર અંગે કહ્યું હતું..” “અતિ ઉત્તમ પાત્ર છે.. નવજવાન છે. કનકને દરેક રીતે યોગ્ય છે. એટલું જ નહિ પણ, યુવરાજ નળ તેજસ્વી, સુંદર અને દેવાંશી પણ છે.” તે પછી આપે પ્રયત્ન કરવો જોઈએ ને?” પ્રયત્ન કરવા માટે મન તૈયાર છે. પરંતુ એક સંશ,” સંશય ?' “હા પ્રિયે, મહારાજા વિરસેન વિશાળ રાજયના સ્વામી છે... ગમે તેમ તોય હું એના તાબાને રાજા છું...તેઓ વાત માને કે કેમ એ પ્રશ્ન મને મૂંઝવી રહ્યો છે.” સ્વામી, કન્યાનાં માબાપે આ બધું ભૂલી જવું જોઈએ અને પિતાની કન્યાને યોગ્ય જે પાત્ર હોય તેની સમક્ષ વાત તો મૂકવી જ જોઈએ. કન્યાનાં ભાગ્ય હશે તે આપણી માગણીને અવશ્ય સ્વીકાર થશે... અને કન્યા લેવામાં નાના મોટાને કોઈ પ્રશ્ન આડે આવત જ નથી.” ચંદ્રબાહુ વિચારમાં પડી ગયો. રાણીએ સ્વામીને હાથ પકડીને કહ્યું: “આપે કનકની છબી અંકિત કરાવી હતી ને ?" હા..એ તૈયાર જ છે..” “તે પછી પુરોહિતને કાઈ સુયોગ્ય દિવસે નિષધનાથ પાસે મિલે. મને તે શ્રધ્ધા છે કે કનકની છબી જેઈને નિષધપતિ પિતાના યુવરાજ માટે સંમત થશે.”