________________ નિષધપતિ વદને કેવી માધુરી છે ! વિમાનો તે ચાલ્યાં ગયાં, પણ બે પુરુષોનાં નયને ને હૈય રાજકન્યા કનકાવલીને જોઈને વીંધાઈ ચૂક્યાં. બંને વિદ્યાધરોએ મનમાં નિશ્ચય કર્યો...વૈતાઢય પર્વત પ્રદેશમાં અનેક વિધાધારી યૌવનાઓ છે.. પરંતુ આ માનવશેકની રાજકન્યા જેવી મદભર તે છે જ નહિ...જે આવી નારી પ્રાપ્ત ન થાય તો જિંદગીને કઈ અર્થ નથી ! પ્રાપ્ત કરેલી કે વિદ્યા પણ સાવ નિષ્ફળ ગણાય! શું કરવું? અત્યારે તે તેઓ બધા એકસાથે કાર્ય નિમિત્તે જઈ રહ્યા હતા. અને બધા વિદ્યાધરો સાથે હોય ત્યારે એક મનુષ્ય કન્યાનું અપહરણ કવું તે પણ ઉચિત નથી...વળતી વખતે બધાને સંગાથ છોડીને અહીં આવવું અને કનકાવલીને ઉઠાવી જવી. આ યોજના બંને વિદ્યાધરોએ વિચારી સ્ત્રી એક અને મોહાંધ બે થઈ ગયા. નીચે કેઈને ના યે ન આવી કે વિદ્યાધરોનાં વિમાને ઉપરથી ચાલ્યાં ગયાં છે. કારણ કે વિમાને અદશ્ય હતાં. વિશેષ. જ્ઞાની સિવાય એ વિમાનને કાઈ ન જોઈ શકે. જળક્રીડા સમાપ્ત થઈ ગઈ. વસ્ત્રોના થાળ લઈ કેટલીક પરિચારિકાઓ સરોવરના કિનારે ઊભી હતી. વસ્ત્ર ધારણ કરીને કનકાવલી પિતાની દસ દાસીઓ સાથે ભવન તરફ વિદાય થઈ ત્યારે દિવસને બીજે પ્રહર પૂરો થઈ ગયો હતો. નિર્દોષ આનંદમાં મગ્ન બનેલી કનકાવલી ભવનમાં પાછલા બાર પાસે પહોંચી ત્યારે મહાદેવી–રાહ જોતાં ત્યાં જ ઊભાં હતાં. કનકાવલી માતાને જોઈને વળગી પડી... માતાએ કહ્યું: “કનક, મધ્યાહન થઈ