________________ કનકાવલી 31 જળમાં મસ્તી ચગાવવી અને મનને મસ્ત બનાવવું એ યૌવનાઓ માટે સહજ હતું. જેમ ગ્રહમંડળમાં ચંદ્ર કદી છૂપો રહી શકે નહિ તેમ, સ્ત્રીઓના સમૂહમાં રૂપવતી રમણી છૂપી રહી શકતી નથી. કનકાવલી માત્ર રૂ પવતી નહતી પરંતુ એનું ઊમતું યૌવન જાણે સેળે કળાએ ખીલવા થનગની રહ્યું હતું. એનાં નયનો વેધક હતાં. એની કાયા સપ્રમાણ હતી... વહેલી સવારથી સરોવરમાં જળક્રીડા કરી રહેલી કનકાવલીને બીજા પ્રહરની માત્ર બે જ ઘટિકા રહી ત્યાં સુધી સમયનો ખ્યાલ જ ન આવ્યું. | મુખ્ય રક્ષિકાએ કિનારા પાસે આવીને વિયાવના ભાવે કહ્યું: “રાજકુમારીજી, મહાદેવી રાહ જોતાં હશે..જરા આકાશ તરફ નિહાળો...મધ્યાહ્ન થવા આવ્યો છે...' મને ખ્યાલ છે. હવે આ છેલ્લી જ રમત છે. હમણાં પૂરી થઈ જશે. " કનકાવલીએ એક સખીને પકડવાનો પ્રયત્ન કરતાં કહ્યું. રક્ષિકા શાંત ભાવે ઊભી રહી. " બરાબર આ સમયે આકાશ ભાગે કેટલાંક વિમાને નીકળ્યાં. એ વિમાને વિદ્યાધરનાં હતાં.એ વિમાનમાં બેઠેલા બે વિદ્યાધરની નજર આ જળાશય તરફ ગઈ... પુરુષની નજર ! કેણ જાણે કેટલાય પાપને સંચય કરતી હશે ! જળક્રીડામાં મસ્ત બનેલી દેવાંગના જેવી કનકાવલીને જોઈને બંને વિદ્યાધરા પિતાનું ગૌરવ વીસરી ગયા. બંને સ્થિર નજરે કનકાવલીને જોઈ રહ્યા હતા. પોતાની પાસે રહેલી વિદ્યાના બળે તેઓ તરત સમજી ગયા કે જલંધર પ્રદેશના રાજા ચંદ્રબાહુની એકની એક કન્યા કનકાવલી જલક્રીડા કરી રહી છે ! ઓહ, કેવી મદભર જુવાની છે.કેવું રસભર રૂ૫ છેનયને