________________ શાનકસોટી ૨૯બીજે દિવસે રાતે જ્ઞાનની કસોટી પૂરી થઈ. રાજપુરોહિતે શ્રેષ્ઠ વિદ્યાર્થિની તરીકે રાજકન્યા દમયંતીને જાહેર કરી.. લોકોએ મહારાજા અને રાજકન્યાને જયનાદ ગજવ્યો. બીજે દિવસે રાજસભામાં બધા પંકિતને શ્રેષ્ઠ ઉપહાર આપવામાં આવ્યું અને દરેક વિદ્યાર્થિનીને મૂલ્યવાન વસ્ત્રાલંકારની ભેટ આપવામાં આવી. પ્રિયદર્શની રાજકુમારી દમયંતીને અભ્યાસકાળ પૂરો થઈ . ગયો હતે. શતાધિક સખીઓ સાથે તે રાજભવનમાં રહેતી હતી અને . માતાપિતાની આજ્ઞાને કર્તવ્ય માનતી હતી. મહામુનિવર શ્રી. દમનક મુનિએ આપેલા વચન મુજબ રાણી પ્રિયંગુમંજરીએ બે પુત્રરત્નને પણ જન્મ આપ્યો હતો. બંને હજુ નાના હતા. એક છ વર્ષનો, બીજો એક વર્ષને. સંસારના સુખની માનવી જે કામના કરે છે તે સઘળાં સુખ , રાજા ભીમ માટે સહજ બની ગયા હતાં. આંબા પર વધારે કેરીઓ આવે એટલે તે ગર્વથી ઉન્નત નથી બનતો પણ વધુ વિસ્ત્ર બને છે, અર્થાત્ વધારે નમે છે. એ જ રીતે, આદર્શ માનવી વધારે સુખવાળો બને ત્યારે વધારે વિનમ્ર બનતે હેાય છે. . મહારાજા ભીમ સર્વ વાતે સુખી બન્યા હતા અને એમનું જીવન પણ ધન્યતા અનુભવી રહ્યું હતું.