________________ નિષધપતિ અન્ય ચારે ય કન્યાઓએ પણ આ જ વાત કહી. ત્રીજા પંડિતે કહ્યું, “આપણે ત્યાં વિવિધ પ્રકારની ભજન સામગ્રી બને છે. વિવિધ પ્રકારનાં વ્યંજનો બને છે, મિષ્ટાને બને છે અને પાક શાસ્ત્રકારોએ એક જ દ્રવ્યમાંથી અનેક વસ્તુઓ બનાવવાની વ્યવસ્થા પણ સમજાવી છે. આ બધું આપ સર્વના અભ્યાસમાં આવી જ ગયું છે એટલે મારે સીધે પ્રશ્ન એ છે કે ભોજન સામગ્રીમાં ઉત્તમ વસ્તુ કઈ ?' દેવદુર્લભ રૂપની સ્વામિની રાજકન્યા દમયંતીએ વળતી જ પળે અતિ મધુર સ્વરે ઉત્તર આપે, “જે ભોજન સામગ્રી આરોગ્યને આ જાળવે અને સહેલાઈથી પચે તે ઉત્તમ ગણાય.” આ ઉત્તરથી બધા પંડિતે પ્રસન્ન થયા. અન્ય ચારેય બાળાઓએ વિવિધ વાનીઓનાં નામ આપ્યાં. આમ, પ્રશ્નપરંપરા ચાલવા માંડી. રાજકન્યા દમયંતીના ઉત્તરો ઘણું જ હેતુલક્ષી અને સચેટ રહેતા. છેલ્લે, વીસમા પંડિતે પ્રશ્ન કર્યો, સ્ત્રી જાતિની શેભા શેમાં છે? રૂપમાં, યૌવનમાં કે ઉત્તમ વસ્ત્ર લંકારમાં ?" દમયંતીએ મધુર સ્વરે ઉત્તર આપે “ગુરુવર્ય ! રૂપ, યૌવન વસ્ત્રાલંકરો એ અસ્થિર, ચંચળ અને પરિવર્તનશીલ છે.. નારીની સાચી શોભા શિયળ વડે છે..શિયળ એ જ નારીનું સાચું યૌવન અને અચં ચળ આભૂષણ છે.” સમગ્ર સભા આ ઉત્તરથી પ્રસન્ન બની ગઈ.”રાજપુરોહિત પણ અતિ પ્રસન્ન બની ગયા. અને અન્ય ચારેય કન્યાઓએ પણ રાજકન્યાએ જે ઉત્તર આપ્યો હતો તે દર્શાવ્યા. પ્રશ્નકોટી હજુ બાકી હતી અને સમય થવા આવ્યો હતો એટલે આવતી કાલ પર પ્રશ્ન પરીક્ષાનો સમય રાખવામાં આવ્યું.